શોધખોળ કરો
Advertisement
Vadodara: ટીમ ઈન્ડિયાના કયા પૂર્વ ધૂરંધર ખેલાડીએ વડોદરામાં કર્યું વોટિંગ, જાણો વિગત
છ મહાનગર પાલિકામાં મતદાનની ઓછી ટકાવારીના કારણે રાજકીય પક્ષોને ચિંતા વધી ગઈ છે.
વડોદરાઃ વડોદરા સહિત છ મહાનગર પાલિકાનું મતદાન આજે યોજાઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓ, આમ આદમીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન વડોદરામાં ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટરે પણ મતદાન કર્યુ હતું.
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાએ વડોદરાના વોર્ડનં. 6માં અકોટા ખાતે આવેલા મતદાન કેન્દ્ર પર પહોંચીને મતદાન કર્યુ હતું. જે બાદ તેણે પોતાના મતાધિકારનો ઊપયોગ કરવા અપીલ કરી હતી. વડોદરાનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે મુદ્દાઓને ધયાને રાખી પોતે મતદાન કર્યુ અને સર્વને મતદાન કરવા અપીલ કરી હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યાર સુધીમાં સરેરાશ 12.88 ટકા મતદાન થયું છે. જામનગરમાં સરેરાશ 15.45 ટકા મતદાન, રાજકોટમાં 14.76 ટકા મતદાન, સુરતમાં 13.73 ટકા મતદાન, ભાવનગરમાં 13.49 ટકા મતદાન, વડોદરા 13.16 ટકા મતદાન, અમદાવાદ 11.40 ટકા મતદાન નોંધાયું છે.
છ મહાનગર પાલિકામાં મતદાનની ઓછી ટકાવારીના કારણે રાજકીય પક્ષોને ચિંતા વધી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion