શોધખોળ કરો

Anshuman Gaikwad: પૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડની તબિયત લથડી, જાણો કઈ બીમારીથી પીડાઈ રહ્યા છે

અંશુમાન ગાયકવાડ ભારત માટે લાંબી ઈનિંગ્સ રમ્યા હતા. તેઓ પૂર્વ ભારતીય ટીમના પસંદગીકાર, ભારતીય ક્રિકેટ ટીમના કોચ અને બીસીસીઆઈ સેક્રેટરી રહી ચુક્યા છે.

Anshuman Gaikwad Health Update: પૂર્વ ભારતીય ક્રિકેટર અને બરોડાના દિગ્ગજ ખેલાડી અંશુમાન ગાયકવાડ (Anshuman Gaikwad) છેલ્લા એક વર્ષથી બ્લડ કેન્સ (blood cancer)ર સામે સંઘર્ષ કરી રહ્યા છે. હાલ તેમની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તેમની હાલ વડોદરાની ભાઈલાલભાઈ હોસ્પિટલમાં (Bhailalbhai Hospital) સારવાર ચાલી રહી છે. અંશુમાન ગાયકવાડ ભારત માટે લાંબી ઈનિંગ્સ રમ્યા હતા. તેઓ  પૂર્વ ભારતીય ટીમના પસંદગીકાર (Ex Chief selector), ભારતીય ક્રિકેટ ટીમના કોચ (ex head coach of team india) અને બીસીસીઆઈ સેક્રેટરી (BCCI secretary) રહી ચુક્યા છે.

ગાયકવાડની સ્થિતિને લઈ કપિલ દેવથી લઈ અનેક પૂર્વ ક્રિકેટરો આગળ આવ્યા હતા. કપિલ દેવે ખુલાસો કરતા જણાવ્યું કે, ટીમના મારા પૂર્વ સાથી મોહિન્દર અમરનાથ, સુનીલ ગાવસ્કર, સંદીપ પાટીલ, દિલીપ વેંગસરકર, મદન લાલ, રવિ શાસ્ત્રી અને કીર્તિ આઝાદ ગાયકવાડની સારવાર માટે ફંડ એકત્ર કરવા માટે પાતાના તમામ પ્રયાસ કરી રહ્યા છે. કપિલે કહ્યું કે મને વિશ્વાસ છે કે BCCI આ મામલાને ધ્યાનમાં લેશે અને ભારતીય ટીમના કોચ રહી ચૂકેલા ગાયકવાડને આર્થિક મદદ કરશે.  કપિલે કહ્યું કે, આ ખૂબ જ નિરાશાજનક છે. હું દુ:ખી છું કારણ કે હું ગાયકવાડ સાથે ઘણો રમ્યો છું અને તેમને આ સ્થિતિમાં નથી જોઈ શકતો. કોઈને પણ સમસ્યા ન થવી જોઈએ. હું જાણું છું કે બોર્ડ તેમને જોશે. અમે કોઈને દબાણ નથી કરી રહ્યા. ગાયકવાડ માટે કોઈપણ મદદ હૃદયથી આવવી જોઈએ.  

ગાયકવાડ ભારત માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમ્યા

ગાયકવાડનું ટેસ્ટ કરિયર 1975થી 1987 સુધીનું રહ્યું છે. આ દરમિયાને તેઓ ભારત માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમ્યા હતા. તેઓએ 40 ટેસ્ટમાં બે સદી અને 10 ફિફ્ટી સાથે 1985 રન ફટકાર્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. જ્યારે 15 વનડેમાં તેમના 269 ૨ન અને એક વિકેટ લીધી હતી. ત્યારબાદ ગાયકવાડ 1997થી 1999 અને પછી 2000માં ભારતીય ટીમના કોચ બન્યા. ગાયકવાડ એ સમયે ભારતીય ટીમના કોચ હતા જ્યારે અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે એક ઈનિંગમાં 10 વિકેટ લેવાનું કારનામું કર્યું હતું. ગાયકવાડના નેતૃત્વમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ડોમેસ્ટિક સીરિઝ 2-1થી જીતી હતી જ્યારે ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરિઝ ડ્રો રહી હતી.  તેઓ બરોડા તરફથી ઘરઆંગણાનું ક્રિકેટ રમ્યા હતા અને ગુજરાતની રણજી ટ્રોફી ટીમના કોચ પણ રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ડાંગ નજીક યાત્રાળુંઓ ભરેલી બસ ખીણમાં ખાબકી,5ના મોત, અનેક ઘાયલ
Accident: ડાંગ નજીક યાત્રાળુંઓ ભરેલી બસ ખીણમાં ખાબકી,5ના મોત, અનેક ઘાયલ
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, ટેન્ટમાં લાગી ભીષણ આગ, 1 શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત, જાણો ડિટેલ
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, ટેન્ટમાં લાગી ભીષણ આગ, 1 શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત, જાણો ડિટેલ
Budget 2025: બેન્ક FDથી મળતાં ઇન્ટરેન્ટ પર TDSની સીમા વધારી, જાણો હવે કેટલી રકમ બાદ કપાશે
Budget 2025: બેન્ક FDથી મળતાં ઇન્ટરેન્ટ પર TDSની સીમા વધારી, જાણો હવે કેટલી રકમ બાદ કપાશે
Ranji Trophy: શું રણજી ટ્રોફીમાં ફિક્સિંગ થયું? હાર્દિક પંડ્યાની ટીમ પર ગંભીર આરોપો; મોટા ખુલાસાથી ખળભળાટ
Ranji Trophy: શું રણજી ટ્રોફીમાં ફિક્સિંગ થયું? હાર્દિક પંડ્યાની ટીમ પર ગંભીર આરોપો; મોટા ખુલાસાથી ખળભળાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Saputara Accident: માલેગામ ઘાટ પાસે બસ પલટાતા ભયાનક અકસ્માત,પાંચ લોકોના મોતDahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ડાંગ નજીક યાત્રાળુંઓ ભરેલી બસ ખીણમાં ખાબકી,5ના મોત, અનેક ઘાયલ
Accident: ડાંગ નજીક યાત્રાળુંઓ ભરેલી બસ ખીણમાં ખાબકી,5ના મોત, અનેક ઘાયલ
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, ટેન્ટમાં લાગી ભીષણ આગ, 1 શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત, જાણો ડિટેલ
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, ટેન્ટમાં લાગી ભીષણ આગ, 1 શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત, જાણો ડિટેલ
Budget 2025: બેન્ક FDથી મળતાં ઇન્ટરેન્ટ પર TDSની સીમા વધારી, જાણો હવે કેટલી રકમ બાદ કપાશે
Budget 2025: બેન્ક FDથી મળતાં ઇન્ટરેન્ટ પર TDSની સીમા વધારી, જાણો હવે કેટલી રકમ બાદ કપાશે
Ranji Trophy: શું રણજી ટ્રોફીમાં ફિક્સિંગ થયું? હાર્દિક પંડ્યાની ટીમ પર ગંભીર આરોપો; મોટા ખુલાસાથી ખળભળાટ
Ranji Trophy: શું રણજી ટ્રોફીમાં ફિક્સિંગ થયું? હાર્દિક પંડ્યાની ટીમ પર ગંભીર આરોપો; મોટા ખુલાસાથી ખળભળાટ
Union Budget 2025: રોડ ટેક્સથી લઈને GST સુધી, એક કાર ખરીદવા માટે તમે સરકારને આપો છો આટલા પૈસા
Union Budget 2025: રોડ ટેક્સથી લઈને GST સુધી, એક કાર ખરીદવા માટે તમે સરકારને આપો છો આટલા પૈસા
Budget 2025: લેધર ઈન્ડસ્ટ્રી... નાણામંત્રીએ આટલું કહેતા જ આ કંપનીના શેરમાં આવી તોફાની તેજી, રોકેટ બન્યો સ્ટોક
Budget 2025: લેધર ઈન્ડસ્ટ્રી... નાણામંત્રીએ આટલું કહેતા જ આ કંપનીના શેરમાં આવી તોફાની તેજી, રોકેટ બન્યો સ્ટોક
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
Embed widget