શોધખોળ કરો

Vadodara: મોડી રાત્રે પતિ સાથે ઝઘડો કરીને નીકળેલી પરિણીતા પર જીઆરડી જવાને રસ્તાં પર જ આચર્યુ દુષ્કર્મ, કરાઇ અટકાયત

વડોદરામાંથી વધુ એક મોટી દુષ્કર્મની ઘટના ઘટી છે, શહેરના મંજૂસર અને સાવલી રૉડ પર મોડી રાત્રે જઇ રહેલી એક પરિણાતા પર જીઆરડી જવાને દુષ્કર્મ આચર્યુ છે.

Vadodara News: વડોદરામાંથી વધુ એક મોટી દુષ્કર્મની ઘટના ઘટી છે, શહેરના મંજૂસર અને સાવલી રૉડ પર મોડી રાત્રે જઇ રહેલી એક પરિણાતા પર જીઆરડી જવાને દુષ્કર્મ આચર્યુ છે. મોડી રાત્રે મહિલા પર દાનત બગાડી જીઆરડી જવાને ધમકી આપી હતી, બાદમાં રસ્તાંની બાજુ પરના કેબિનમાં લઇને જઇને દુષ્કર્મના ઘટનાને અંજામ આપ્યો હતો, મહિલાએ બાદમાં સમગ્ર ઘટના પોતાની સહેલીને જણાવતા જીઆરડી જવાનનો ભાંડો ફૂટી ગયો હતો. હાલમાં પોલીસે જીઆરડી જવાનની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં વધુ એક ચોંકાવનારી દુષ્કર્મની ઘટનાએ તમામને ચોંકાવી દીધા છે. આ દુષ્કર્મની ઘટના પોલીસ સ્ટેશન સેવા આપી રહેલા જીઆરડી જવાને જ આચરી છે. શહેરના મંજૂસર-સાવલી રૉડ પર લામડાપુરા બસ સ્ટેન્ડ પાસે જી.આર.ડી જવાને આ દુષ્કર્મ આચર્યુ હતુ. ખરેખરમાં વાત એમ છે કે, અહીં એક પરિણીતાને પોતાના પતિ સાથે ઝઘડો થયો હતો, આ કારણોસર તે મોડી રાત્રે પોતાની સહેલીના ત્યાં જવા નીકળી હતી, આ દરમિયાન પરિણીતાને જીઆરડી જવાને જોયા બાદ દાનત બગાડી હતી, તેને પૂછપરછના બહાને જીઆરડી જવાને કેબિન પાછળ લઈ ગયો હતો, તેને ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે, બાદમાં પરિણીતાએ સહેલીના ઘરે જઇને સમગ્ર ઘટના જણાવી હતી, અને બે દિવસ બાદ મંજૂસર પોલીસ સ્ટેશનમાં જીઆરડી જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલમાં મંજૂસર પોલીસે ફરિયાદના આધારે દુષ્કર્મ આચરનારા મંજૂસર પોલીસ સ્ટેશનના જી.આર.ડી જવાન સોહિલ ચંદુભાઈ ચૌહાણની ઓળખ કરીને તેની અટકાયત કરી લીધી હતી. ખાસ વાત છે કે, દુષ્કર્મ સોહિલ ચંદુભાઈ ચૌહાણ મંજૂસર પોલીસ સ્ટેશનમાં જી.આર.ડીની ફરજ બજાવતો હતો.

નામાંકિત સંસ્થામાં અનાથ સગીરા પર આચરવામાં આવ્યું દુષ્કર્મ

ભાવનગર પાલીતાણા તાલુકાની નામાંકિત સંસ્થામાં સગીરા સાથે રેપની ઘટના બની છે. પાલીતાણા રૂલર પોલીસે સંસ્થામાં કામ કરવા માટે આવતા વ્યક્તિ ઉપર ફરિયાદ દાખલ કરી છે. અનાથ દિકરી સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમ વ્યક્તિ તળાજા તાલુકાનો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણકારી મળી છે. સગીરાને ગર્ભ પણ રહી ગયો હોવાની વાત સામે આવી છે. પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રેપની ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહી છે.

અમદાવાદના વટવામાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવી છે. દુષ્કર્મ અને હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ ઘટનાની જાણ તાત્કાલીક પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીની અટકાયત કરી લીધી હતી. 7 વર્ષની બાળકી પર પાડોશી યુવકે જ દુષ્કર્મ આચરતા લોકો આરોપી પર ફિટકાર વરસાવી રહ્યા છે. બાળકી પાડોશમાં રમવા ગઈ ત્યારે નરાધમે હવસનો શિકાર બનાવી હતી. આરોપીએ દુષ્કર્મ બાદ ગળું દબાવી બાળકની હત્યા કરી નાખી હતી. 

આગરાના તાજનગરી ફેઝ-2 સ્થિત હોમ સ્ટેમાં (home stay) એક યુવતિ પર સામૂહિક બળાત્કારના (gang rape) કેસમાં પોલીસે એક મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. પીડિતાએ પોલીસમાં (police complaint) ફરિયાદ કરી હતી કે તેને પહેલા દારૂ (liquor) પીવડાવવામાં આવ્યો હતો. આ પછી તેને માર મારવામાં આવ્યો અને પછી તેની ઈજ્જત લૂંટવામાં આવી. તેણે અવાજ શોરબકોર કરતાં આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. માહિતી મળતાં જ પોલીસ (agra police) ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમને યુવતિ રડતી મળી આવી હતી.

શું છે મામલો

તાજ નગરી ફેઝ 2માં શનિવારે રાત્રે હોમ સ્ટેમાંથી યુવતિની ચીસો સાંભળીને લોકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. તાજગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસને યુવતિ હોમ સ્ટેમાં અર્ધનગ્ન હાલતમાં મળી હતી. તે ધ્રૂસકે ધ્રુસકે રડી રહી હતી. પોલીસને જોતાની સાથે જ તેણે કહેવાનું શરૂ કર્યું કે તેની સાથે કંઈક ખોટું થયું છે. તેને બળજબરીથી દારૂ પીવડાવવામાં આવ્યો હતો. આ પછી ચાર-પાંચ યુવકોએ ખોટું કામ કર્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વસાવા છોડશે ભાજપ ?
Hun To Bolish : હું તો બોલીશ : સુશાસનનો યુગ ક્યારે?
Surendranagar ED Raid : સુરેન્દ્રનગર ED રેડ મામલો, ફરિયાદીએ મોટા કૌભાંડનો કેવી રીતે કર્યો પર્દાફાશ?
Chaitar Vasava Vs Mansukh Vasava : ..તો લીગલ કાર્યવાહી કરીશ , સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડી દઈશ
Surat Man Rescue : ઊંઘમાં જ 10મા માળેથી નીચે પટકાયેલા આધેડનું કરાયું દિલધડક રેસ્ક્યૂં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
તમારા આધાર કાર્ડમાં કરો આ 5 કામ, છેતરપિંડીના શિકાર થતા બચશો, UIDAI એ જણાવ્યું કઈ રીતે રહેવું સુરક્ષિત
તમારા આધાર કાર્ડમાં કરો આ 5 કામ, છેતરપિંડીના શિકાર થતા બચશો, UIDAI એ જણાવ્યું કઈ રીતે રહેવું સુરક્ષિત
રાત્રે મોજા પહેરીને સૂવાથી કેમ જલ્દી ઊંઘ આવી જાય ? જાણી લો કારણ 
રાત્રે મોજા પહેરીને સૂવાથી કેમ જલ્દી ઊંઘ આવી જાય ? જાણી લો કારણ 
Year Ender 2025: આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બેટ્સમેનોએ ધમાલ મચાવી, ગિલ નંબર-1
Year Ender 2025: આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બેટ્સમેનોએ ધમાલ મચાવી, ગિલ નંબર-1
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
Embed widget