શોધખોળ કરો

Vadodara Rain: વડોદરાના અનેક વિસ્તારમાં વરસાદ, વાહન ચાલકો થયા પરેશાન

Vadodara News: વડોદરામાં સમી સાંજે પડી રહેલા વરસાદને કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા. કેટલાક વિસ્તારમાં ધોધમાર તો કેટલાક વિસ્તારમાં ધીરી ધારે વરસાદ પડ્યો હતો.

Vadodara Rain: રવિવારે સાંજે વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વડોદરા અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. સમી સાંજે પડી રહેલા વરસાદને કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા. કેટલાક વિસ્તારમાં ધોધમાર તો કેટલાક વિસ્તારમાં ધીરી ધારે વરસાદ પડ્યો હતો. શહેરના છાણી, નિઝામપુરા, ફતેગંજ, રાવપુરા, સયાજીગંજ, અલકાપુરી, વાઘોડિયા રોડ, આજવા રોડ સહિત વિસ્તારમાં વરસાદ  પડ્યો હતો.

હવામાન વિભાગે શું કરી છે આગાહી

 હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં, દાદરા નગર હવેલી; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર,રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

સોમવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં, દાદરા નગર હવેલી; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

ગુજરાત રાજ્યમાં આગામી બે સપ્તાહ દરમિયાન વ્યાપક વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ આગાહી મુજબ, 15 ઓગસ્ટ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. 16થી 24 ઓગસ્ટ વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, કચ્છ અને પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. વધુમાં, 11થી 24 ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ ઓવરફ્લો થવાની સંભાવના છે. 24 ઓગસ્ટ બાદ કૃષિ પાકોમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ થવાની શક્યતા રહેલી છે. ખેડૂતોને સાવચેત રહેવા અને યોગ્ય પગલાં લેવા સલાહ આપવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Police Bharti | પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે ખુશીના સમાચાર, હસમુખ પટેલે કરી મોટી જાહેરાતGujarat Rain | ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદનો પ્રારંભ, સુરતના ઉમરપાડામાં ખાબક્યો 6.5 ઇંચ વરસાદChinese Garlic Protest | ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના વેપારીઓમાં ભારે રોષ, જુઓ અહેવાલRahul Gandhi | લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ નહોતી થઈ | રાહુલ ગાંધીના નિવેદનથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો
PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
શું તમે પણ કાર ચલાવતા પીવો છો સિગરેટ, જાણો કેટલી થઇ શકે છે સજા?
શું તમે પણ કાર ચલાવતા પીવો છો સિગરેટ, જાણો કેટલી થઇ શકે છે સજા?
iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ
iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ
Embed widget