![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara: ચાલુ ટ્રેનમાં આર.પી.એફ અને ટી.ટી.ઇ વચ્ચે કેમ થઈ ઉગ્ર બોલાચાલી? જાણો શું છે મામલો
ભરૂચ આર.પી.એફ માં ફરજ બજાવતા જયેશ રોહિતે ટી.ટી.ઈ નાગેન્દ્ર ઝા સામે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
![Vadodara: ચાલુ ટ્રેનમાં આર.પી.એફ અને ટી.ટી.ઇ વચ્ચે કેમ થઈ ઉગ્ર બોલાચાલી? જાણો શું છે મામલો Vadodara News Why there was a fierce fight between RPF and TTE in the running train Vadodara: ચાલુ ટ્રેનમાં આર.પી.એફ અને ટી.ટી.ઇ વચ્ચે કેમ થઈ ઉગ્ર બોલાચાલી? જાણો શું છે મામલો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/06/e171cc90f66d90325647dcc1825d2053170188163306376_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vadodara News: વડોદરામાં ચાલુ ટ્રેન આર.પી.એફ અને ટી.ટી.ઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેનો મુસાફરોએ વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. સયાજી નગરી એક્સપ્રેસમાં બનાવ બન્યો હતો. ટી.ટી.ઇ એ ખાલી સીટ મુસાફરને આપી હતી. જયેશ રોહિત ટ્રેનમાં એસ્કોર્ટની ડ્યુટી પર હતા, તેઓને સયાજી નગરીમાં એસ.2 માં 63 નંબરની સીટ અપાઈ હતી. મુસાફરોને સીટ ખાલી કરવા કહેતા મુસાફરોએ સીટ ટી.ટી.ઈ એ આપ્યાનું જણાવ્યું હતું. જે અંગે આર.પી.એફ જવાને ટીટીઈને પૂછતાં ઘર્ષણ સર્જાયું હતું. જે બાદ એક બીજા પર ચોરી કરાવતા હોવાનું અને ટિકિટ બ્લેક ના આરોપ થયા હતા. ભરૂચ આર.પી.એફ માં ફરજ બજાવતા જયેશ રોહિતે ટી.ટી.ઈ નાગેન્દ્ર ઝા સામે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં કોઈને કોઈ કારણસર હાર્ટ એટેકથી મોતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં દીકરાના લગ્નના પૂર્વે એક દિવસ પહેલા જ પિતાનું હાર્ટ એટેકથી મોત નીપજતા ખુશીનો માહોલ શોકમાં પલટાઈ ગયો હતો. વડોદરા શહેરના નવા યાર્ડ લાલપુરા વિસ્તારમાં રહેતા મગનભાઈ સોલંકીના પુત્ર નિખિલભાઇ સોલંકીના લગ્ન બે દિવસ બાદ હતા. આજે સવારે અચાનક તેમના પિતા મગનભાઈ સોલંકીને છાતીમાં ગભરામણ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા હતા ત્યારે રસ્તામાં તેઓનું મોત નિપજ્યું હતું. જેને લઈ માતમ છવાઈ ગયો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, નવા યાર્ડ વિસ્તારના લાલપુરાના રહેવાસી મગનભાઈ સોલંકી છેલ્લા કેટલાક દિવસથી લગ્નની પૂર્વ તૈયારી કરી રહ્યા હતા સફાઈની કામગીરી હોય કે અન્ય કામગીરી માટે અમારો સંપર્ક કરતા હતા. આજે સવારે તેમને હાર્ટ એટેક આવ્યો હોવાના દુઃખદ સમાચાર મળતા લગ્ન પ્રસંગની ખુશી શોકમાં પલટાઇ ગઇ હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)