શોધખોળ કરો

Vadodara: PIની પત્નિ અને સ્વિટી 15 દિવસના ગાળામાં જ પ્રેગનન્ટ થતાં શરૂ થયો ઝગડો, સ્વિટીઓ ઓસ્ટ્રેલિયા જતા રહેવા બતાવી તૈયારી પણ.........

સ્વિટી અને અજયના ઝગડામાં ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે, અજય દેસાઈની પત્ની અને સ્વિટી  પંદરેક દિવસના અંતરે જ ગર્ભવતી થઈ હતી. આ કારણે સ્વિટી અજય દેસાઈ સાથે લગ્નની વાત કરતી હતી અને ઝગડા શરૂ થયા હતા.

વડોદરા: વડોદરાના ચકચારી સ્વિટી પટેલ (ઉ.વ. 40) કેસમાં સ્વિટીની હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સ્વિટી પટેલની હત્યા  સ્વિટી સાથે છેલ્લાં આઠ વર્ષથી સંબંધ ધરાવતા અને પરીણિત હોવા છતાં તેની સાથે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈ(ઉ.વ. 35)એ કરી હોવાનો ધડાકો થયો છે. કરજણની પ્રાયોશા સોસાયટીમાં રહેતા પી.આઈ. દેસાઈ અને સ્વિટી વચ્ચે 4 જૂનની રાતે ઝગડો થતાં સ્વિટીની ગળું દબાવી હત્યા કરી નાંખી હતી.

સ્વિટી અને અજયના ઝગડામાં ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે, અજય દેસાઈની પત્ની અને સ્વિટી  પંદરેક દિવસના અંતરે જ ગર્ભવતી થઈ હતી. આ કારણે સ્વિટી અજય દેસાઈ સાથે લગ્નની વાત કરતી હતી અને તેના કારણે ઝગડા શરૂ થયા હતા. દરમિયાનમાં સ્વિટીએ ભારત છોડીને ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી બતાવી હતી. અજયે તે માટેનો તમામ ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી હતી.

સ્વિટી ઓસ્ટ્રેલિયા જતી રહેશે એ વાતે અજય દેસાઈને હાશકારો થયો હતો પણ સ્વિટી ઓસ્ટ્રેલિયા નહીં જતા બન્ને વચ્ચે તકરાર વધી હતી. આ તકરારથી કંટાળીને સ્વિટીથી છૂટવા માટે અજય દેસાઈએ હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. આ પ્લાનને અંજામ આપવા એ વિચારતો હતો ત્યાં જ 4 જુનના રાતે અજય દેસાઈ અને સ્વિટી વચ્ચે ફરી ઝગડો થયો હતો. અજયે એ વખતે જ  સ્વિટી પટેલની ગળું દબાવી હત્યા કરી નાંખી હતી.

પોલીસને મળેલી માહિતી પ્રમાણે 2015માં અજય અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા હતા ત્યારે એક સામાજીક કાર્યક્રમમાં આણંદની સ્વિટી દેસાઈ મળી હતી.  અજય દેસાઈ એ વખતે પરીણિત હતા ને સ્વિટી પણ પરીણિત હતી છતાં બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. સ્વિટી અજયથી 5 વર્ષ મોટી હતી.  સ્વિટીના બીજા લગ્ન અમેરિકા થયાં અને પણ આ લગ્ન પણ ના ટકતાં છૂટાછેડા થતાં પાછી ફરી પછી અજય દેસાઈ સાથે  ફરી સંબંધ બંધાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું

Embed widget