શોધખોળ કરો
Advertisement
વડોદરામાં રેપિડ ટેસ્ટ સામે ઉઠ્યા સવાલઃ કોણે અને કેમ ઉઠાવ્યા સવાલ? જાણો વિગત
રેપિડ ટેસ્ટમાં બે આરોપીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, પરંતુ આરટી પીસીઆરમાં પોઝિટિવ આવ્યા છે.
વડોદરાઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી ગયું છે. ગઈ કાલે તો કોરોનાના કેસો એક જ દિવસમાં 1100ને પાર થઈ ગયા હતા. ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા અને કોરોનાના દર્દીઓને ઝડપથી સારવાર મળે તે હેતુથી રાજ્યમાં મોટા પ્રમાણમાં એન્ટીબોડી(રેપિડ ટેસ્ટ) કરવામાં આવી રહ્યા છે. જોકે, આ ટેસ્ટ સામે જ સવાલ ઉઠી રહ્યા છે.
વડોદરામાં જેલ સત્તાવાળાઓએ કોરોના રેપિડ ટેસ્ટ સામે સવાલ ઉઠાવ્યા છે. રેપિડ ટેસ્ટમાં બે આરોપીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, પરંતુ આરટી પીસીઆરમાં પોઝિટિવ આવ્યા છે. જેલ અધિક્ષકે પોલીસ કમિશ્નર અને જિલ્લા પોલીસ વડાને પત્ર લખી દરેક આરોપીઓના RTPCR ટેસ્ટ કરાવવા ભલામણ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion