શોધખોળ કરો

ગેસના ભાવમાં વધારો થતા વડોદરાના રિક્ષા ચાલકોએ કહ્યું, બાળકોની ફી ભરવામાં પણ પડી રહી છે મુશ્કેલી

વડોદરા: ગેસ અને પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ રહેલા ભાવ વધારાથી સામાન્ય લોકોથી લઈને વાહન ચાલકો પણ પરેશાન છે. હવે વડોદરામાં સીએનજી ગેસમાં થયેલા ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે.

વડોદરા: ગેસ અને પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ રહેલા ભાવ વધારાથી સામાન્ય લોકોથી લઈને વાહન ચાલકો પણ પરેશાન છે. હવે વડોદરામાં સીએનજી ગેસમાં થયેલા ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસે 2.58 પૈસા વધારતા 79.56 રૂપયે ભાવ પહોંચી ગયો છે. વડોદરા શહેરમાં 75000થી વધુ રીક્ષા ચાલકો છે. તેમણે કહ્યું કે, સતત ભાવ વધતા પરિવારનું બજેટ ખોરવાઈ રહ્યું છે. બાળકોની ફી ભરવી પણ મુશ્કેલ બની છે. 10 રૂપિયાની જગ્યાએ મિનિમમ ભાડું 20 રૂપિયા કરવાની ફરજ પડી છે. જેથી હવે પેસેન્જરો મળતા નથી ને ધંધો થતો નથી. સરકાર ભાવ નિયંત્રણમાં લાવે તેવી રજુઆત કરવામાં આવી છે.

રસોડામાં પહોંચતા PNGના ભાવમાં મોટો વધારો

ફુગાવો દેશભરમાં લોકોને અસર કરી રહ્યો છે અને ઇંધણની કિંમતો ઝડપથી વધી રહી છે. દિલ્હીવાસીઓ માટે PNGના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં PNGના ભાવમાં હવે પ્રતિ SCM 4.25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધેલી કિંમતો 14 એપ્રિલથી લાગુ થશે. હાલમાં રાજધાની દિલ્હીમાં PNGની કિંમત 45.86 રૂપિયા પ્રતિ SCM થઈ ગઈ છે.

PNG ગેસનો ઉપયોગ ઘરો અને ઔદ્યોગિક વિસ્તારોમાં થાય છે. હાલમાં ભાવ વધારાને કારણે હવે તેની અસર સામાન્ય લોકોના રસોડા પર જોવા મળશે. દિલ્હી પહેલા મંગળવારે મહારાષ્ટ્રના લોકો પીએનજીના વધેલા ભાવથી ત્રસ્ત હતા. મહારાષ્ટ્રમાં મંગળવારે સીએનજીના છૂટક ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 5 અને પીએનજીના રૂ. 4.50 પ્રતિ ઘનમીટરનો વધારો કરવામાં આવ્યો હતો. તે જ સમયે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં, PNGની સાથે, માર્ચથી CNGની કિંમતોમાં 12.50 રૂપિયા પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો છે.

પીએનજીનું પૂરું નામ 'પાઈપ્ડ નેચરલ ગેસ' છે. તે કુદરતી ગેસનો એક પ્રકાર છે, જેનો ઉપયોગ સામાન્ય લોકો તેમના રોજિંદા કામ માટે કરે છે. આ ગેસ પાઈપ દ્વારા ઘરો અને કારખાનાઓમાં પહોંચાડવામાં આવે છે. દિલ્હીમાં કામ કરતી મોટાભાગની ફેક્ટરીઓ PNG પર ચાલે છે. આ પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે. હાલમાં PNG ગેસ LPG કરતા અનેક ગણો સસ્તો છે.

ગુજરાતમાં પણ વધ્યા સીએનજી-પીએનજીના ભાવ

 દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનજી, રસોઈ ગેસ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વધતી મોંઘવારી વચ્ચે જનતાને મળ્યો છે વધુ એક ઝટકો.ગુજરાત ગેસે સીએનજીની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં 14 એપ્રિલની મધ્યરાત્રીથી ગુજરાત ગેસના સીએનજીના ભાવમાં વધારો થઈ ગયો છે. સીએનજીના ભાવમાં 2 રૂપિયા 58 પૈસાનો વધારો કરવામાં આવ્યો. હવે નવો ભાવ 79 પૈસા 56 પૈસા થઇ ગયા છે. જેને લઈ લોકોના ખિસ્સા પર બોજ વધ્યો છે.તો  વધી રહેલી મોંઘવારીને લઈ સરકાર સામે નારાજગી પણ જોવા મળી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદGujarat Rain । છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજાHathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?Gujarat Ministry | Gujarat BJP | સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફારને લઈ બાવળિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
Embed widget