શોધખોળ કરો

વડોદરાઃ જિલ્લા વહીવટી તંત્રમાં 142 અધિકારી અને કર્મચારીઓની એકસાથે બદલી

Vadodara News: બઢતી પામેલા 84 સહિત 142 નાયબ મામલતદાર ક્લાર્ક અને તલાટીઓને પણ બદલી નાંખવામાં આવ્યા છે.

Vadodara News: વડોદરા જિલ્લા વહીવટી તંત્રમાં 142 અધિકારીઓ અને કર્મચારીઓની એક સાથે બદલી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી  એકજ જગ્યાએ ફરજ બજાવી રહેલા અધિકારી કર્મચારીઓ ની બદલી કરવામાં આવી છે. કલેક્ટર અતુલ ગોર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બઢતી પામેલા 84 સહિત 142 નાયબ મામલતદાર ક્લાર્ક અને તલાટીઓને પણ બદલી નાંખવામાં આવ્યા છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં અર્બન હેલ્થ પ્રાઇમરી સેન્ટર અને અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માટે સરકારના ભરતીના નિયમો મુજબ 36 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને 35 ફીમેલ હેલ્થ વર્કરની સો ટકા ગ્રાન્ટ આધારિત ભરતી કરવામાં આવનાર છે. આ માટે આજથી કોર્પોરેશનની વેબસાઈટ પર તારીખ 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે. આ ભરતી પ્રક્રિયા હાલમાં ખાલી રહેલી અને ભવિષ્યમાં ખાલી પડનાર કે ઉભી થનાર જગ્યા માટે કરવામાં આવનાર છે. આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યાને ધ્યાનમાં લઇ જગ્યાને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ/સ્પર્ધાત્મક પરીક્ષા/ઇન્ટરવ્યૂ અંગે કોર્પોરેશન નિર્ણય કરશે. આ તમામ જગ્યાના પગાર ખર્ચની નાણાકીય જોગવાઈ ગુજરાત સરકાર દ્વારા થનાર છે, અને તે મુજબ રાજ્ય સરકારને જરૂર જણાય તો પગાર ખર્ચની જોગવાઈ મુજબ ઉમેદવારને રાજ્ય સરકારમાં પ્રતિનિયુક્તિ પર લઈ જઈ શકશે અને સરકારના કોઈપણ સ્થળે ફરજ બજાવવા મૂકી શકશે, એટલે કે આ તમામ જગ્યા બદલી પાત્ર છે. આ ભરતીમાં ખાલી પડનાર કે ગ્રાન્ટ આધારિત નવી ઊભી થનાર જગ્યાની ભરતી પ્રક્રિયા ઉપલબ્ધ પસંદગી યાદી કે વેઇટિંગ લિસ્ટ પૈકી રોસ્ટરનો ક્રમ જાળવીને કરવામાં આવશે. ઉકત 71 જગ્યામાંથી સામાન્ય અને મહિલા માટે 50 બિન અનામત છે. આ તમામ જગ્યાની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી ચાલુ રાખવાની મંજૂરી અપાઈ છે. આ જગ્યાની મુદત સરકારની મંજૂરીને આધીન રહેશે, અને કોર્પોરેશન ની જવાબદારી નક્કી થશે નહીં. આ જગ્યા ઓ માટે માસિક ફિક્સ વેતનથી પાંચ વર્ષ સુધી અજમાયસી નિમણૂક થશે, ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કરતા નિયત પગાર ધોરણથી નિયમ અનુસાર સમાવી લેવા વિચારણા કરવામાં આવશે .અત્રે એ ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં હજી થોડા વખત પહેલાં 11 મહિનાના કરાર આધારિત 554 વર્કરની ભરતી કરાઈ હતી. જેમાં 106 પબ્લિક હેલ્થ વર્કર અને 448 પુરુષ વર્કરનો સમાવેશ થતો હતો. જે વાહક જન્ય અને પાણીજન્ય કામગીરીમાં હાલ કાર્ય કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ

ભારતીય મૂળની આ સ્પોર્ટ્સ એન્કર કેનેડામાં મચાવે છે ધૂમ, જુઓ તસવીરો

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget