Vadodara: મેનેજરે 23 વર્ષની સાથ કામ કરતી યુવતી સાથે સ્ટોર રૂમમાં માણ્યું શરીર સુખ, બીજે પણ બાંધ્યા શરીર સંબંધ ને.......
વડોદરા પાસે આવેલા સલાડ ગામમાં આવેલી કંપનીનો સ્ટોર મેનેજર કંપનીમાં નોકરી કરતી 23 વર્ષની યુવતી સાથે સ્ટોર રૂમમાં જ શરીર સુખ માણતો હતો.
વડોદરાઃ વડોદરા પાસે આવેલા સલાડ ગામમાં આવેલી કંપનીનો સ્ટોર મેનેજર કંપનીમાં નોકરી કરતી 23 વર્ષની યુવતી સાથે સ્ટોર રૂમમાં જ શરીર સુખ માણતો હતો. આ ઉપરાંત યુવતી સાથે બહાર જઈને પણ તેણે શરીર સંબંધ બાંધ્યા હતા. મેનેજરે પોતે પરિણીત છે અને એક પુત્રનો પિતા છે તે વાત છૂપાવીને પોતે અપરિણીત છે તેમ જણાવ્યું હતું. આ રીતે તેણે 23 વર્ષની એક યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર શરીર સુખ માણ્યું હતું. એ પછ તેણે લગ્નનો ઇન્કાર કરી દધો હતો. યુવતી પોતાનો ભાંડો ના ફોડી દે એ માટે તેણે વારંવાર ધમકીઓ આપતા યુવતીએ મેનેજર સામે બળાત્કાર ગુજારવાની ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે સલાડ ગામ પાસે આવેલી જશ પેકેજિંગ કંપનીમાં અગાઉ મેનેજર તરીકે ફરજ બજાવતા યુવકે 23 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી સ્ટોર રૂમમાં જ ચારથી પાંચ વખત શરીર સુખ માણ્યું હતું. મેનેજર યુવતી સાથા વારંવાર શરીર સંબંધ બાંધતો હતો અને યુવતી જ્યારે પણ કૌશિકને લગ્નની વાત કરતી ત્યારે તે વાતને ટાળતો હતો. યુવતીએ લગ્ન માટે દબામ કરતાં તેણે ધમકી આપી હતી કે, આપણા સંબંધો વિશે કોઇને વાત કરીશ તો હું તારુ બીજા છોકરા સાથે અફેર છે એવું તારાં મા-બાપને કહીને બદનામ કરી દઇશ. તેણે એ પછી એવું પણ કહ્યું હતું કે, તું પછાત જ્ઞાતિની છે તેથી હું તારી સાથે લગ્ન કરી શકું નહી અને મારા સમાજમાં તને લઇ શકું નહી.
મેનેજરે થોડા સમય બાદ નોકરી છોડી દીધી હતી. બાદમાં યુવતીને જાણવા મળ્યું હતું કે, યુવક પરિણીત છે અને ત્રણ વર્ષના પુત્રનો પિતા છે. આ અંગે યુવતીએ જ્યારે તેને પૂછ્યું ત્યારે રસ્તામાં તેણે યુવતીને હેરાન કરી હતી. યુવતીને ખબર પડી કે, તેણે કંપનીમાં નોકરી કરતી યુવતી સાથે જ પ્રેમ લગ્ન કર્યા હતા. પોતે યુવતી પર ગુજારેલા બળાત્કારની જાણ યુવતી પત્નીને કરી દેશે એવું લાગતાં તેણે ફોન પર ધમકીઓ આપવાનું શરૂ કર્યુ હતું. યુવકના ત્રાસથી કંટાળીને આખરે યુવતીએ વરણામા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટિ તેમજ બળાત્કાર અને છેડતી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.