શોધખોળ કરો

News: આજે વડોદરાની એમએસ યૂનિવર્સિટીમાં 72મો પદવીદાન સમારોહ, 221 જેટલા વિદ્યાર્થીઓને અપાશે ગૉલ્ડ મેડલ ને ડીગ્રી

આ સમારોહમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ ખાસ રીતે ઉપસ્થિત રહીને હાજરી આપશે

Vadodara University News: આજે વડોદરાની પ્રખ્યાત એમએસ યૂનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાશે, આજે યૂનિવર્સિટીમાં 72મો પદવીદાન સમારોહ યોજાશે, જેમાં 221 જેટલા વિદ્યાર્થીઓને ગૉલ્ડ મેડલ અને ડીગ્રી એનાયત કરવામાં આવશે, આજના પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. 

આજે વડોદરાની એમએસ યૂનિવર્સિટીમાં 72મો પદવીદાન સમારોહ યોજાશે, આ સમારોહમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ ખાસ રીતે ઉપસ્થિત રહીને હાજરી આપશે. આજે એમએસ યૂનિવર્સિટીમાં 221 વિદ્યાર્થીઓને 345 ગૉલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે, આમાં 66 વિદ્યાર્થીઓ અને 154 વિદ્યાર્થીનીઓને ગૉલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે, આ ઉપરાંત આજે 13599 જેટલા વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરાશે. આમાં પી.એચ.ડીના 70, માસ્ટર ડીગ્રીના 2931, બેચલર ડિગ્રીના 10007 અને પૉસ્ટ ગ્રેજ્યૂએટના 591 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

વડોદરામાં ટ્રાફિક ગાર્ડનનું ઉદ્ધાટન, બાળકોને ટ્રાફિક નિયમો અંગે સમજ અપાશે

વડોદરા કારેલીબાગ ટ્રાફિક DCPની ઓફિસ પાસે બનેલા ટ્રાફિક પાર્કનું વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા  ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.  બાળકોમાં નાનપણથી જ ટ્રાફિકની સમજ આવે તે માટે ભૂતડીઝાંપા ટ્રાફિક DCPની ઓફિસ પાસે બાળકો માટે ટ્રાફિક ગાર્ડન બનાવાયો છે. આ પાર્કમાં  બાળકોને ટ્રાફિકને લગતી તમામ માહિતી અપાશે. અગાઉ શાળાઓ પોલીસને  ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ માટે બોલાવતી હતી. હવે શાળાઓ ટ્રાફિક ગાર્ડનમાં આવશે. જ્યાં ટ્રાફિકને લગતી તમામ સાઈન - ચિહ્નો દ્વારા બાળકોને ટ્રાફિકને લગતી માહિતી મળી શકશે. આ સાથે જ ગાર્ડનમાં પ્રોજેક્ટર રૂમ બનાવાયો છે. જ્યાં ટ્રાફિકને લગતી શોર્ટ ફિલ્મો બતાવાશે. વડની થીમ પર ટ્રાફિક ગાર્ડનનું નિર્માણ કરાયું છે.જે બાદ ગાર્ડનની બહાર હાઈવે જેવા પટ્ટાનું નિર્માણ કરાશે અને તેની આસપાસ હાઈવે ટ્રાફિકની સાઈન લગાવાશે. જેથી બાળકોને હાઈવેના ટ્રાફિક નિયમો અંગે પણ જાણકારી અપાશે. ટ્રાફિક ગાર્ડનની બાજુમાં 22 વનસ્પતિનાં નાના વન વિકસાવાયા છે. જેની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવી છે. આ દીવાલો પર કારીગરોએ વાર્લી પેઇન્ટિંગ બનાવ્યાં છે.બાળકોને ટ્રાફિક નિયમો સમજાવવા 10 પોલીસ જવાનોને તાલીમ અપાઈ છે. આ માટે ટ્રાફિક એક્સપર્ટની મદદ લઈ તેઓને ટ્રેનિંગ અપાઈ છે. વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આ પાર્કનું ઉદ્ધાટન કર્યા બાદ કહ્યું કે, બાળકોને ટ્રાફિકના નિયમો ગમ્મત સાથે કેવી રીતે સમજાવી શકાય તેવી ટ્રેનિંગ પોલીસને અપાઈ છે. પોલીસ બાળકોને ટ્રાફિક અંગે ક્વિઝ પણ રમાડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget