શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ યુવતીને અનેક ટ્રક ડ્રાઇવરો સાથે હતા શારીરિક સંબંધો, પ્રેમીના ભાઈને ખબર પડી ને .....
મુજસ્સમ ઉર્ફે સેબુ ખાન અને સંદીપકુમાર શ્રીવાસ્તવે મહિલાની હત્યા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી છે.
વડોદરાઃ વડોદરાના ફાજલપુર નજીક મહીસાગર નદીમાંથી હાથ-પગ બાંધેલી હાલતમાં મળી આવેલી લાશનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. રવિવારે મળી આવેલી લાશ ઉત્તરપ્રદેશની ગુડિયા ઉર્ફે મુસ્કાનની હોવાનું અને તેની હત્યા કરી નાંખી હોવાનું સામે આવ્યું છે. આ હત્યાકાંડમાં પોલીસે બે આરોપીઓની ધપકડ કરી છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઘટનાનો ભેદ ઉકેલ્યો છે. ઉત્તરપ્રદેશની ગુડિયા ઉર્ફે મુસ્કાનની હત્યા કરી લાશ પાણીમાં ફેંકી દીધી હોવાનો ખુલાસો થયો છે. મુજસ્સમ ઉર્ફે સેબુ ખાન અને સંદીપકુમાર શ્રીવાસ્તવે મહિલાની હત્યા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી છે. મૃતક ગુડિયા અને આરોપી મુજસ્સમના નાના ભાઈ વચ્ચે પ્રેમ સંબંધ હતો. જોકે, મૃતક અનેક ટ્રક ડ્રાઇવરો સાથે પણ સંબંધ રાખતી હોવાથી આરોપીએ હત્યા કરી હતી.
નોંધનીય છે કે, રવિવારે મહીસાગર નદીમાં હાથ-પગ બાંધેલો મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને નાનો ભેદ ઉકેલવા માટે પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને સીઆઇડી ક્રાઇમની મદદ લેવામાં આવી હતી. લાશ પાસેથી મળી આવેલા સિમકાર્ડ વિનાના મોબાઈલના આધારે પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી હોવાનું સામે આવતાં નંદેસરી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement