શોધખોળ કરો

વડોદરાઃ રશિયન યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી રંગરેલિયાં મનાવતા પતિ સામે પત્નિ પહોંચી પોલીસમાં, પછી શું થયું ?

પત્નિને આ વાતની જાણ થતાં પતિને પૂછ્યું હતું. પતિએ તેને ઢોરમાર માર્યો હતો. પત્નિએ પોલીસ ફરિયાદ કરતાં પતિએ ડરીને સમાધાન કર્યું હતું પણ રશિયન યુવતી સાથેના શારીરિક સંબંધો ચાલુ રાખતાં આ મામલો ફરી એકવાર પોલીસ મથકે પહોંચ્યો

વડોદરાઃ વડોદરામાં સ્પા એન્ડ મસાજ પાર્લરના માલિક અને રશિયન મસાજ થેરાપિસ્ટ યુવતી વચ્ચે શારીરિક સંબંધો બંધાતાં યુવતી પ્રેગનન્ટ થઈ હતી અને દીકરાને જન્મ આપ્યો હતો. પત્નિને આ વાતની જાણ થતાં પતિને પૂછ્યું હતું. પતિએ તેને ઢોરમાર માર્યો હતો. પત્નિએ પોલીસ ફરિયાદ કરતાં પતિએ ડરીને સમાધાન કર્યું હતું પણ રશિયન યુવતી સાથેના શારીરિક સંબંધો ચાલુ રાખતાં આ મામલો ફરી એકવાર પોલીસ મથકે પહોંચ્યો છે. સ્પા માલિકની પત્નિએ ફરિયાદ કરતાં સ્પા માલિક અને તેની રશિયન પ્રેમિકા ફરાર થઈ ગયાં છે. સ્પા માલિકની પત્નિની ફરિયાદના આધારે જે.પી.રોડ પોલીસના પીઆઇ ડી. કે. વાઘેલાએ પરેશ પટેલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરાવી છે.પોલીસની ટીમે ક્લાસિક એપાર્ટમેન્ટ ખાતે તપાસ કરતાં પરેશ અને હન્ના ચૂકો ભાગી છૂટયા હોવાનું જણાઇ આવ્યું છે. પોલીસે પરેશના સંપર્ક સ્થાનો પર પણ તપાસ કરી છે. સ્પા એન્ડ મસાજ પાર્લરના માલિક સામે તેની જ પત્નીએ જે. પી. રોડ પોલીસ મથકે શારીરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. શહેરના મુજમહુડા વિસ્તારમાં આવેલા અશ્વમેઘમાં રહેતા જીજ્ઞાાબેન પરેશભાઈ પટેલે જે. પી. રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, મારો પતિ પરેશ સુરેશભાઈ પટેલ (રહે. ક્લાસિક ટાવર, અકોટા ગાર્ડન સામે) શહેરના જુદાજુદા વિસ્તારોમાં સ્પા એન્ડ મસાજ પાર્લર ચલાવે છે. 2014મનાં તે પોતાના મસાજ પાર્લરના ગ્રાહકોની મસાજ થેરાપિ માટે રશિયાથી હન્ના ચુકો અને વિક્ટોરિયા એ બે યુવતીઓને વડોદરા લાવ્યો હતો. હન્ના ચુકો મસાજ થેરાપિસ્ટ છે. તેમણે ફરિયાદમાં કહ્યું છે કે, હન્ના ચુકો અને મારા પતિ પરેશ પટેલ વચ્ચે ધીરેધીરે નિકટતા વધવા લાગી હતી અને બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. મસાજ પાર્લમાં જ બંને એકબીજામાં ડૂબીને હવસ સંતોષતાં હતાં. આ બાબતની જાણ થતાં પત્નિએ ડિસેમ્બર મહિનામાં પતિ સાથે આ બાબતની ચર્ચા કરતાં પતિ ઉશ્કેરાયો હતો અને મને ઢોર માર માર્યો હતો. હું ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને અકોટાના એક ડોક્ટર પાસે મારી ટ્રિટમેન્ટ કરાવી હતી. પતિના મારથી મને 20 ટાંકા આવ્યા હતા અને શરીરનો કેટલોક ભાગ લક્વાગ્રસ્ત થઈ ગયો હતો. તે વખતે મારા પતિએ મારી સાથે સમાધાન કર્યું હતુ અને તે ભવિષ્યમાં આવુ નહીં કરે તેવી ખાતરી પણ આપી હતી. 2015માં રશિયન યુવતી ગર્ભવતી બની હતી. આ બાબતની જાણ થતા જ હું હેબતાઈ ગઈ હતી. નવ મહિના પછી હન્નાએ એક બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ પછી હન્ના મારા ઘરે અવારનવાર આવતી હતી. મારા પતિએ મને કહ્યુ કે, હન્નાને ભારતની સિટિઝનશીપ લેવી છે એટલે તેણે ભારતમાં બાળકને જન્મ આપ્યો છે. પાછળથી મને ખબર પડી કે, હન્નાની કૂખે જન્મેલા બાળકનો પિતા મારો પતિ પરેશ પટેલ જ છે. મારા પતિ થકી જ તે સગર્ભા બની હતી અને બાળકના જન્મ બાદ તેને પોતાનુ નામ પણ આપ્યુ હતુ. આ બાબત જાહેર થયા પછી મારો પતિ અને હન્ના એકસાથે અકોટા વિસ્તારના ક્લાસિક ટાવરમાં રહે છે અને હું મારા પુત્ર સાથે મુજમહુડાના અશ્વમેઘમાં રહુ છું. તેઓ મારી કાર પણ લઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યાPatan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
કામની વાતઃ નવી નોકરી મળ્યાના કેટલા દિવસ પછી જૂની નોકરીમાંથી PF ના પૈસા ઉપાડી શકાય, જાણો નિયમ
કામની વાતઃ નવી નોકરી મળ્યાના કેટલા દિવસ પછી જૂની નોકરીમાંથી PF ના પૈસા ઉપાડી શકાય, જાણો નિયમ
Embed widget