શોધખોળ કરો
Advertisement
ગુજરાતના મોટા શહેરમાં બિઝનેસમેને કર્મચારી યુવતીની સાથે બાંધ્યા શારીરિક સંબંધ, ક્યાં મનાવતો રંગરેલિયાં ? જાણો વિગત
તરસાલી આઇ.ટી.આઇ.ની પાછળ વિશાલનગરમાં રહેતા બિઝનેસમેન શહેરમાં સ્ટેશનરીની ઓફિસ ધરાવે છે. તેમની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે છ વર્ષથી નોકરી કરતી પરિણીતા તરફ બિઝનેસમેન આકર્ષાયા હતા.
વડોદરાઃ વડોદરામાં બિઝનેસમેને પોતાની સ્ટેશનરીની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી પરિણીતા સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતાં. પરિણીતાએ સંબંધો તોડી નાંખવાનું કહેતાં વેપારીએ શારીરિક સંબંધોનો ઉતારેલો વીડિયો પરિણીતાના પતિ, ભાઇ, નણંદ અને બહેનપણીને ફોરવર્ડ કરી દેતાં યુવતીએ ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનાની વિગત એવી છે કે, તરસાલી આઇ.ટી.આઇ.ની પાછળ વિશાલનગરમાં રહેતા બિઝનેસમેન શહેરમાં સ્ટેશનરીની ઓફિસ ધરાવે છે. તેમની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે છ વર્ષથી નોકરી કરતી પરિણીતા તરફ બિઝનેસમેન આકર્ષાયા હતા. યુવતીની ઓફિસની નજીક જ મમ્મીનું ઘર હોવાથી કામ ન હોય ત્યારે બિઝનેસમેન તેને મમ્મીના ઘરે જવાની છૂટ આપતા હતા. થોડીવાર પછી બિઝનેસમેન પોતે યુવતીની મમ્મીના ઘરે આવતા અને તેમની વાતો કરી આત્મીયતા વધારી હતી.
યુવતીનો આક્ષેપ છે કે, બિઝનેસમેને પછી તેને પ્રેમ સંબંધ અને શારીરિક સંબંધ માટે પ્રપોઝ કર્યું હતું પણ યુવતીએ તેમને ચોખ્ખી ના પાડી દીધી હતી. તેમણે ધમકી આપવા માંડી કે, તારા મમ્મીને એક્સિડન્ટમાં મારી નાંખીશ અને તને સમાજમાં બદનામ કરી દઇશ. તે રોજ વીડિયો કોલ અને મેસેજ કરતા હતા. આથી યુવતી મનોમન બહુ ડરી ગઇ અને બિઝનેસમેન સાથે સંબંધ શરૂ કર્યા હતા. ત્યાર બાદ ઓફિસમાં બિઝનેસમેન રોજ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.
યુવતીનો આક્ષેપ છે કે, તે સંબંધ વધારવા માંગતી ન હતી પરંતુ તેના પતિને પણ એક્સિડન્ટમાં મારી નાંખવાની ધમકી બિઝનેસમેને આપી હતી. તેમણે યુવતીને કાયમ માટે પોતાના ઘેર આવી જવા કહ્યું પણ યુવતીએ ના પાડતા ખૂબ ઉશ્કેરાયેલા બિઝનેસમેને ધમકી આપી હતી. એ પછી બિઝનેસમેને યુવતી સાથેના શારીરિક સંબંધોના ઉતારેલાં બે વીડિયો યુવતીના પતિ, ભાઇ, નણંદ, નણંદની બે પુત્રીઓ, બનેવી અને બહેનપણીને વોટ્સએપ પર ફોરવર્ડ કરી દીધા હતા.
પરિણીતાની ફરિયાદના આધારે સિટિ પોલીસે ગુનો નોંધી આરોપી બિઝનેસમેનની ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement