શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વડોદરાઃ યુવકે સરપંચ યુવતી પર વશીકરણ કર્યું, પતિ ના હોય ત્યારે યુવતીના ઘરમાં જ બાંધતો શારીરિક સંબંધ અને .....
સરપંચ પર વારંવાર બળાત્કાર ગુજારનાર આ યુવક તેમજ વશીકરણ કરનાર તાંત્રિક સામે મહિલાએ પોલીસ સ્ટેશનમાં આખરે ફરિયાદ નોંધાવી છે.
વડોદરાઃ વડોદરા જિલ્લાની સરપંચ યુવતી પર વશીકરણ કરીને યુવકે તેના ઘરમાં જ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો આક્ષેપ કરીને યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
હાલમાં વડોદરાના માણેજા વિસ્તારમાં રહેતી સાવલી તાલુકાના એક ગામની સરપંચ રહી ચૂકેલી યુવતી પર તાંત્રિક દ્વારા વશીકરણ કરાવીને યુવક તેના પતિની ગેરહાજરીમાં ઘરે આવતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. સરપંચ પર વારંવાર બળાત્કાર ગુજારનાર આ યુવક તેમજ વશીકરણ કરનાર તાંત્રિક સામે મહિલાએ પોલીસ સ્ટેશનમાં આખરે ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે, સાવલી તાલુકાના એક ગામમાં 2012થી પાંચ વર્ષ સુધી આ યુવતી સરપંચ પદે હતી. આ સમયે ઝુમખા ગામમાં રહેતો તેમજ મજૂરી કામ કરતો કનુ ઉર્ફે ભોયો દેવાભાઇ વણકર તેમના ઘેર આવતો. તેની નજર યુવતી પર હતી તેથી કનુએ યુવતીને પોતાની સાથે સંબંધો રાખવા કહ્યું હતું. યુવતીએ તેને ધૂત્કારી કાઢ્યો હતો.
યુવતીની ફરિયાદ છે કે, પોતે કનુના વશમાં કરવાનો પ્રયત્ન કરતા વશમાં આવી નહોતી જેથી કનુએ ઝુમખા ગામમાં જ રહેતા તાંત્રિક ભીખા ચીમનભાઇ રાવળ પાસે વશીકરણની વિધિ કરાવી હતી. યુવતીનો પતિ બહારગામ હોય ત્યારે કનુ ઉર્ફે ભોયો તેના ઘેર પહોંચી જતો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર ગુજારતો હતો.
આ વાતની જાણ પતિને થતાં યુવતી અને તેના પતિ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો . બાદમાં યુવતી તેના બે સંતાનો તેમજ પતિ સાથે વડોદરાના માણેજા વિસ્તારમાં રહેવા માટે આવી ગઇ હતી. પતિએ બાદમાં અન્ય ભુવા પાસે વિધિ કરાવતા યુવતીને સારું થયું હતું. કનુ ઉર્ફે ભોયાની હરકતો ચાલુ રહેતાં આખરે યુવતીએ પતિ સાથે આવીને કનુ અને તાંત્રિક ભીખા સામે ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બંને ફરાર થઇ ગયા છે. પોલીસના જણાવ્યા મુજબ કનુ પોતે પરિણીત છે અને તે પત્ની તેમજ ત્રણ સંતાનો સાથે મજૂરી કરવા માટે સુરત તરફ ભાગી ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion