Weather Forecast Live: પહાડોમાં બરફવર્ષા યથાવત, જાણો આગામી 24 કલાક કેવો રહેશે મૌસમનો મિજાજ
Weather Today Updates: રાજધાની દિલ્હીના તાપમાનમાં હવે વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી છે.

Background
Weather Today Updates: રાજધાની દિલ્હીના તાપમાનમાં હવે વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી છે.
ઉત્તર ભારના મેદાનો (ઉત્તર પૂર્વ)માં જાન્યુઆરીમાં સૌથી વધુ શિયાળો જોવા મળ્યો હતો. જો કે હવે ઠંડીમાં ઘણો ઘટાડો થયો છે. હવામાન વિભાગ (IMD) એ આજે (04 ફેબ્રુઆરી) ઊંચા પર્વતીય વિસ્તારોમાં હિમપ્રપાત અને નીચલા મેદાનોમાં વરસાદ માટે ચેતવણી જારી કરી છે. આજે પણ સવાર-સાંજ અનેક જગ્યાએ ધુમ્મસ જોવા મળી રહ્યું છે.
Weather Forecast Live: રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો
ગુજરાતમાં તાપમાનમાં વધારો થતાં રાજ્યમાં કડકડતી ઠંડીથી આંશિક રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી, લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો થઇ શકે છે વધારો.... વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસરથી ભેજવાળું વાતાવરણ રહેશે,પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વમાં ફેરવાતા ઠંડીમાં રાહત મળશે
Weather Forecast Live: ક્યાં ક્યાં વરસાદ પડશે?
બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન શ્રીલંકા થઈને કોમોરિન વિસ્તાર અને મન્નારની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. તેની અસર તમિલનાડુ અને કેરળના દક્ષિણ ભાગોમાં જોવા મળશે. જેના કારણે આગામી 24 કલાકમાં તમિલનાડુ અને કેરળમાં વરસાદની સંભાવના છે. આંદામાન અને નિકોબારના દક્ષિણ ટાપુઓમાં પણ હળવો વરસાદ પડી શકે છે.





















