શોધખોળ કરો

Mahakumbh 2025: મહાકુંભમાં મોડલ હર્ષા રિછારિયાએ એવું શું કામ કર્યું કે, શંકરાચાર્ય ક્રોધે ભરાયા

Harsha Richaria News:મહાકુંભમાં સાધ્વી હર્ષા રિછારિયાને લઈને એક મુદ્દે વિવાદ થયો છે. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા છે

Harsha Richaria News: પ્રયાગરાજ મહાકુંભના પ્રથમ અમૃત સ્નાનમાં મોડલ અને એન્કર હર્ષા રિછારિયાને સામેલ કરવા અને તેને મહામંડલેશ્વરના શાહી રથ પર બેસાડવાને લઈને વિવાદ શરૂ થયો છે. જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સવાલો ઉઠાવ્યાં છે.

 તેમણે કહ્યું કે, મહાકુંભમાં આવી પરંપરા શરૂ કરવી સંપૂર્ણપણે ખોટી છે. આ વિકૃત માનસિકતાનું પરિણામ છે. મહાકુંભમાં ચહેરાની સુંદરતા નહીં પણ હૃદયની સુંદરતા જોવી જોઈતી હતી.

તેમણે કહ્યું કે, જે વ્યક્તિએ હજુ સુધી એ નિર્ણય નથી લઇ શકતી કે સંન્યાસની દીક્ષા લેવી કે લગ્ન કરવા, તેને સંત મહાત્માઓના શાહી રથમાં સ્થાન આપવું યોગ્ય નથી. ભક્ત તરીકે હાજર રહેવું ઠીક છે  પણ ભગવા વસ્ત્રોમાં રાજવી રથ પર બેસવું એ સાવ ખોટું છે.

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, સનાતન પ્રત્યે સમર્પણ હોવું જરૂરી છે. મહાકુંભમાં ચહેરાની સુંદરતા નહીં પણ મનની સુંદરતા જોવી જોઈતી હતી. જેમ પોલીસમાં ભરતી થયેલા લોકોને જ પોલીસ યુનિફોર્મ મળે છે, તેવી જ રીતે માત્ર સન્યાસીઓને જ કેસરી વસ્ત્રો પહેરવાની છૂટ છે.

નોંધનિય છે કે, મંગળવારે, વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા મહાકુંભના પ્રથમ અમૃત સ્નાન ઉત્સવ, મકરસંક્રાંતિના તહેવારના અવસરે લગભગ 3.5 કરોડ ભક્તોએ આસ્થાની ડૂબકી લીધી હતી.  જ્યાં અખાડાઓના સંતો અને ગુરુઓએ પણ સ્નાન કર્યું હતું. મિકેનિકલ બ્રાન્ચ મિકેનિકલ બેરેજ મિકેનિકલ સેક્શન મેન્ટેનન્સ વારાણસીના ભગીરથના પ્રયાસોને કારણે આ શક્ય બન્યું, જેમણે માત્ર 85 દિવસમાં ત્રણ પાળીમાં કામ કર્યું અને શાસ્ત્રી બ્રિજથી સંગમ કાંઠા સુધી 27 હેક્ટરનો વિસ્તાર આવરી લીધો. મોટાભાગના લોકોએ સંગમ કિનારે સ્નાન કરવાનું પસંદ કર્યું હતું.

અનુમાન મુજબ, દર કલાકે નવથી 10 લાખથી વધુ લોકો અહીં સ્નાન કરે છે. સિંચાઈ વિભાગના મુખ્ય ઈજનેર ઉપેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કાર્યકારી ઈજનેર બેરેજ યાંત્રિક જાળવણી વિભાગ વારાણસી સુજીત કુમાર સિંહ અને ટીમમાં સામેલ સૂર્ય ભૂષણ, પ્રદીપ, અનુરાગ અને અન્ય દ્વારા ચાર મોટા ડ્રેજિંગ મશીનોની મદદથી આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.                                                    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

INS સૂરત, નીલગીરી અને વાઘશીર, ભારત નૌકાદળને મળ્યાં નવા 'ત્રિદેવ', આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટો દિવસ
INS સૂરત, નીલગીરી અને વાઘશીર, ભારત નૌકાદળને મળ્યાં નવા 'ત્રિદેવ', આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટો દિવસ
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી
Uttarayan:પતંગની દોરીથી 6 લોકોની જિંદગી  કપાઇ, 1400  પશુ પક્ષી ઘવાયા, 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યાં
Uttarayan:પતંગની દોરીથી 6 લોકોની જિંદગી કપાઇ, 1400 પશુ પક્ષી ઘવાયા, 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યાં
Shani Gochar 2025: શનિદેવ આ દિવસથી મીન રાશિમાં કરશે ગોચર, આ રાશિના જાતકોને લાગશે લોટરી
Shani Gochar 2025: શનિદેવ આ દિવસથી મીન રાશિમાં કરશે ગોચર, આ રાશિના જાતકોને લાગશે લોટરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

America Fire: સતત આઠમા દિવસે નથી બુઝાઈ આગ, આગામી 24 કલાક માટે અપાયું એલર્ટ Watch VideoMahakumbh 2025:  ત્રીજા દિવસે ત્રણ કરોડથી વધુ ભક્તોએ લગાવી ડુબકી, હેલિકોપ્ટરથી કરાઈ પુષ્પવર્ષાArvind Kejariwal:ચૂંટણી વચ્ચે દારુ કૌભાંડમાં વધી કેજરીવાલની મુશ્કેલીઓ, ગમે ત્યારે આવશે EDનું સમન્સAhmedabad:નરોડા પોલીસ સ્ટેશનના PI સસ્પેન્ડ, દારૂના અડ્ડા પર SMCના દરોડા બાદ કરાઈ કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
INS સૂરત, નીલગીરી અને વાઘશીર, ભારત નૌકાદળને મળ્યાં નવા 'ત્રિદેવ', આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટો દિવસ
INS સૂરત, નીલગીરી અને વાઘશીર, ભારત નૌકાદળને મળ્યાં નવા 'ત્રિદેવ', આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટો દિવસ
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી
Uttarayan:પતંગની દોરીથી 6 લોકોની જિંદગી  કપાઇ, 1400  પશુ પક્ષી ઘવાયા, 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યાં
Uttarayan:પતંગની દોરીથી 6 લોકોની જિંદગી કપાઇ, 1400 પશુ પક્ષી ઘવાયા, 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યાં
Shani Gochar 2025: શનિદેવ આ દિવસથી મીન રાશિમાં કરશે ગોચર, આ રાશિના જાતકોને લાગશે લોટરી
Shani Gochar 2025: શનિદેવ આ દિવસથી મીન રાશિમાં કરશે ગોચર, આ રાશિના જાતકોને લાગશે લોટરી
શું ટ્રેનમાં નેચરલ ડેથ પર પણ મળે છે વળતર, શું છે રેલવેનો નિયમ?
શું ટ્રેનમાં નેચરલ ડેથ પર પણ મળે છે વળતર, શું છે રેલવેનો નિયમ?
Internet Blackout: શું 16 જાન્યુઆરીએ આખી દુનિયામાં ઇન્ટરનેટ સેવા રહેશે બંધ? જાણો વાયરલ દાવાનું સત્ય
Internet Blackout: શું 16 જાન્યુઆરીએ આખી દુનિયામાં ઇન્ટરનેટ સેવા રહેશે બંધ? જાણો વાયરલ દાવાનું સત્ય
તમામ ટેલિકોમ કંપનીઓએ એક એપ્રિલથી કરવું પડશે આ કામ, મોબાઇલ યુઝર્સને થશે ફાયદો
તમામ ટેલિકોમ કંપનીઓએ એક એપ્રિલથી કરવું પડશે આ કામ, મોબાઇલ યુઝર્સને થશે ફાયદો
Ranji Trophy: ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીઓ રમી શકે છે ડોમેસ્ટિક ક્રિકેટ, જાણો કોહલી રમશે કે નહીં?
Ranji Trophy: ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીઓ રમી શકે છે ડોમેસ્ટિક ક્રિકેટ, જાણો કોહલી રમશે કે નહીં?
Embed widget