Inheritance Tax in India: સામ પિત્રોડાના જે નિવેદન બાદ બબાલ મચી ગઇ, તે વારસાગત ટેક્સ શું છે?
વારસાગત વેરા અંગે સામ પિત્રોડાનું નિવેદન હાલ ખૂબ ચર્ચામાં છે, તો ચાલો આજે સમજીએ કે વારસાગત ટેક્સ શું છે.
Inheritance Tax in India: ભારતમાં અમીર અને ગરીબ વચ્ચેનું અંતર હંમેશા ચર્ચામાં રહે છે. આ અંગે અનેક પ્રકારના રાજકીય નિવેદનો આવતા રહે છે. હાલ કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ અમેરિકાના શિકાગોમાં વારસાગત ટેકસની હિમાયત કરતી વખતે ભારતમાં પણ સમાન કાયદો લાવવાની હિમાયત કરી છે.
જે બાદ તે ચર્ચાનો વિષય બન્યો છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે, આખરે વારસાગત ટેક્સ શું છે.તો ચાલો આજે જાણીએ કે આ ટેક્સ શું છે
વારસાગત ટેક્સ શું છે?
તમને જણાવી દઈએ કે, ઘણા દેશોમાં વારસામાં મળેલી પ્રોપર્ટી પર ટેક્સ લગાવવામાં આવે છે. જેને વારસાગત ટેક્સ કહે છે. આ ટેક્સ તે વ્યક્તિએ ચૂકવવાનો રહેશે જેણે તે મિલકત મેળવી છે.
વારસાગત કર વેલ્થ ટેક્સથી અલગ છે
જો તમે વેલ્થ ટેક્સ અને ઈન્હેરિટન્સ ટેક્સને સમાન ગણી રહ્યાં છો, તો તે અલગ છે, આ બંને અલગ છે. જ્યાં મિલકતનું વિભાજન થાય તે પહેલા જ તેના પર એસ્ટેટ ટેક્સ લાદવામાં આવે છે. જ્યારે વારસાગત વેરો સીધો જ વારસામાં મિલકત મેળવનારાઓ પર લાદવામાં આવે છે.યુએસ સરકાર મોટી સંપત્તિઓ પર સીધો જ એસ્ટેટ ટેક્સ લાદે છે. પરંતુ જો આ મિલકતમાંથી કોઈ આવક હોય તો તેના પર પણ અલગથી આવકવેરો લાદવામાં આવે છે.
વારસાગત ટેક્સની વ્યાખ્યા શું છે?
ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ અમેરિકાના શિકાગોમાં કહ્યું છે કે, અમેરિકામાં વારસાગત ટેક્સ વસૂલવામાં આવે છે. જો કોઈની પાસે $100 મિલિયનની સંપત્તિ છે અને જ્યારે તે મૃત્યુ પામે છે, તો તે વ્યક્તિ ફક્ત 45 ટકા જ તેના બાળકોને ટ્રાન્સફર કરી શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે, 55 ટકા સરકાર દ્વારા પડાવી લેવામાં આવે છે. આ એક રસપ્રદ કાયદો છે. જે કહે છે કે તમે તમારી પેઢીમાં જે સંપત્તિ બનાવી છે અને હવે તમે જતા રહ્યા છો, તમારે તમારી સંપત્તિ જનતા માટે છોડી દેવી જોઈએ - બધી નહીં, પરંતુ અડધી. મને આ ન્યાયી કાયદો ગમે છે.
સેમે આગળ કહ્યું - જો કે, ભારતમાં આવો કોઇ કાયદો નથી. જો કોઈની સંપત્તિ 10 અબજ છે અને તે મૃત્યુ પામે છે, તેના બાળકોને 10 અબજ મળે છે અને જનતાને કંઈ નથી મળતું... તેથી લોકોએ આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી પડશે. મને ખબર નથી કે, અંતે શું નિષ્કર્ષ આવશે પરંતુ જ્યારે આપણે સંપત્તિના પુનઃવિતરણની વાત કરીએ છીએ, ત્યારે આપણે નવી નીતિઓ અને નવા કાર્યક્રમો વિશે વાત કરીએ છીએ જે લોકોના હિતમાં છે.