શોધખોળ કરો

કોણ છે શાહરૂખ ખાન? આસામના સીએમ Himanta Sarmaના સવાલ પર મિસ્ટર પઠાણે રાત્રે બે વાગે કર્યો કોલ, જાણો શું કરી વાત

Pathaan Controversy: 25 જાન્યુઆરીએ રિલીઝ થનારી બોલીવુડ કિંગ શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષ બની ગયું છે. ત્યારે આસામના મુખ્યમંત્રીએ તો આ ફિલ્મને લઈને એવું નિવેદન આપ્યું.

Pathaan: બોલીવુડ કિંગ શાહરુખ ખાનની ‘પઠાણ’ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. જેના માટેનું એડવાન્સ બુકિંગ પણ શરુ થઈ ગયું છે. ત્યારે ‘પઠાણ’ના રિલિઝ પહેલા તેના ટ્રેલર અને ફિલ્મના ‘બેશરમ રંગ’ ગીત સામે આખા દેશમા વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો. અને હજુ પણ ‘પઠાણ’નો વિરોધ ચાલુ જ છે. ત્યારે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ‘પઠાણ’ને લઈને એવું નિવેદન આપ્યું છે જેને લઈને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.

આસામના મુખ્યમંત્રીએ ‘પઠાણ’ને લઈને આપ્યું આ નિવેદન

25 જાન્યુઆરીએ રિલીઝ થનારી બોલીવુડ કિંગ શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષ બની ગયું છે. અનેક દિગ્ગજોએ તેને લઈને નિવેદનો આપ્યા છે. ત્યારે આસામના મુખ્યમંત્રીએ તો આ ફિલ્મને લઈને એવું નિવેદન આપ્યું છે કે જેને સાંભળીને શાહરુખ ખાનના ફેન્સ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. શાહરૂખ ખાન અને તેની આવનારી ફિલ્મને લઈને આસામના મુખ્યમંત્રીએ નિવેદન આપતા કહ્યુ હતુ કે , શાહરૂખ ખાન કોણ છે? . આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ગુવાહાટીના નારેંગી ખાતે થિયેટરમાં હુમલો કરનારા હિંસક વિરોધ અંગેના પ્રશ્નોના જવાબ આપ્યા હતા જ્યાં ‘પઠાણ’ પ્રદર્શિત થવાની છે. અહી મુખ્યમંત્રીએ ‘પઠાણ’ને લઈને નિવેદન આપતા કહ્યું હતું કે “શાહરૂખ ખાન કોણ છે? હું તેના વિશે કે તેની ફિલ્મ પઠાણ વિશે કંઈ જાણતો નથી”,મુખ્યમંત્રીના આ નિવેદનને લઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી હતી.

લોકોએ આપી આ પ્રતિક્રિયા

આસામના મુખ્યમંત્રીના આ નિવેદન બાદ લોકો સોશિયલ મીડિયા પર તેને લઈને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સીએમ બિસ્વાના આ નિવેદન પર લોકોએ ઘણી ટિપ્પણીઓ કરી છે. જેમાં એક યુઝરે કહ્યું, ‘પાંચમા પાસ વિદ્યાર્થી કરતાં સામાન્ય જ્ઞાન ઓછું છે.

હિમંત બિસ્વા સરમાએ કર્યું ટ્વિટ

જો કે, વીડિયો વાયરલ થયા બાદ મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ટ્વિટ કર્યું હતું કે, “બોલિવૂડ અભિનેતા શાહરૂખે મને મોડી રાત્રે 2 વાગ્યે ફોન કર્યો હતો અને ગુવાહાટીમાં તેમની ફિલ્મના સ્ક્રીનિંગ માટે ચિંતા વ્યક્ત કરી હતી. મેં તેમને ખાતરી આપી હતી કે કાયદો અને વ્યવસ્થા જાળવવીએ રાજ્ય સરકારની ફરજ છે. અમે તપાસ કરીશું અને ખાતરી કરીશું કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને. ‘

Shah Rukh Khan On Pathaan Promotion: બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની એક્શન થ્રિલર ફિલ્મ 'પઠાણ' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ થિયેટર્સમાં રીલિઝ થશે. દરમિયાન, 'કિંગ ખાન' સોશિયલ મીડિયા પર ફિલ્મનું જબરદસ્ત પ્રચાર કરી રહ્યો છે. ટ્વિટર પર શાહરૂખે ફરી એકવાર #AskSRK સેશનનું આયોજન કર્યું જેમાં તેણે ફેન્સના સવાલના જવાબ આપ્યા હતા.

નોંધનીય છે કે ફિલ્મ પઠાણ હિન્દી ઉપરાંત તેલુગુ અને તમિલમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. આ અંગે એક ચાહકે ટ્વિટર પર #AskSRK સેશનમાં શાહરૂખ ખાનને પૂછ્યું કે શું તે ફિલ્મ રિલીઝના દિવસે તેલુગુ થિયેટરમાં જશે. આ સવાલ પર શાહરૂખે પોતાની એક શરત રાખી હતી જે સાંભળીને તમારું દિલ ખુશ થઈ જશે.

ફેને લખ્યું, "હાય સર, શું તમે ફિલ્મની રિલીઝ ડેટ પર તેલુગુ રાજ્યોમાં કોઈ થિયેટરની મુલાકાત લેશો?" જેના જવાબમાં શાહરૂખે કહ્યું, "હા, જો રામ ચરણ મને લેવા આવશે તો હું ચોક્કસ જઈશ.."

આ સિવાય એક ફેને ટ્વિટમાં પૂછ્યું કે, શાહરૂખના નાના પુત્ર અબરામને પઠાણનું ટ્રેલર જોઈને કેવું લાગ્યું...? આના પર શાહરૂખે જવાબ આપ્યો, "તેણે ટ્રેલર જોયું અને તેને જેટ પેક સિક્વન્સ ગમ્યું....હવે તેને જેટપેક જોઈએ છે."

શું શાહરૂખ ચાહકો સાથે ફિલ્મ જોશે?

અન્ય એક ચાહકે કિંગ ખાનને પૂછ્યું કે શું તેણે ક્યારેય દર્શકો સાથે થિયેટરમાં કોઈ ફિલ્મ જોઈ છે, જેના જવાબમાં શાહરૂખે કહ્યું, "ના, ઘણા સમયથી આવું નથી કર્યું.

ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ મહત્વની ભૂમિકામાં છે. આશુતોષ રાણા અને ડિમ્પલ કાપડિયા પણ સહાયક ભૂમિકામાં જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Embed widget