શોધખોળ કરો

Delhi Pollution Today: દિલ્લીમાં ફરી એકવાર એર પોલ્યુશન સ્તર ગંભીર સ્તરે, સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

દિલ્હીમાં હવાની ગુણવત્તા 'ગંભીર' શ્રેણીમાં પહોંચવાની સાથે, પ્રદૂષણ નિયંત્રણ યોજનાનો ત્રીજો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે અને દિલ્હી સરકાર અને અન્ય એજન્સીઓએ વિવિધ પગલાં લીધા છે

Delhi Pollution Today: દિલ્હીમાં પ્રદૂષણને જોતા ગુરુવારે પ્રાથમિક શાળાઓ બે દિવસ માટે બંધ રાખવામાં આવી હતી. હવે શુક્રવારે દિલ્હી સરકારે નિર્ણય લીધો અને આગામી આદેશો સુધી તમામ શાળાકીય ઇવેન્ટસ  રદ કરી દીધી છે.

પ્રદૂષણને કારણે, તમામ ઝોનલ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સ અને દિલ્હી સ્ટેટ સ્કૂલ ગેમ્સ અથવા દિલ્હીની ઇવેન્ટ્સ આગામી આદેશો સુધી તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. દિલ્હી સરકારના શિક્ષણ નિર્દેશાલયે આ અંગે આદેશ જારી કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય GRAPના સ્ટેજ ત્રણના અમલીકરણ પછી CAQM આદેશના પાલન અને પ્રદૂષણને કારણે દિલ્હીના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે દિલ્હીમાં હવાની ગુણવત્તા 'ગંભીર' શ્રેણીમાં પહોંચવાની સાથે, પ્રદૂષણ નિયંત્રણ યોજનાનો ત્રીજો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે અને દિલ્હી સરકાર અને અન્ય એજન્સીઓએ વિવિધ પગલાં લીધા છે. તેમાં 'એન્ટિ-સ્મોગ ગન' તૈનાત કરવા અને 'રેડ લાઈટ ઓન, વ્હીકલ ઓફ' ઝુંબેશ ફરી શરૂ કરવા જેવા પગલાંનો સમાવેશ થાય છે.

દિલ્હી સરકારના અધિકારીના જણાવ્યા અનુસાર, 'ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન' (GRAP)નો ત્રીજો તબક્કો રાષ્ટ્રીય રાજધાનીમાં બાંધકામ અથવા ડિમોલિશનની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ સાથે લાગુ કરવામાં આવ્યો છે. કેન્દ્રની પ્રદૂષણ નિયંત્રણ સંસ્થાએ ગુરુવારે GRAP 3 અમલમાં મૂક્યો, જેના હેઠળ દિલ્હી-NCRમાં બિન-જરૂરી બાંધકામ, પથ્થર તોડવા અને ખાણકામ પર પ્રતિબંધ છે.

  આ તબક્કા હેઠળ દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગરમાં BS 3 પેટ્રોલ અને BS 4 ડીઝલ વાહનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હી પ્રશાસને પ્રદૂષણને પહોંચી વળવા કેટલાક મહત્વના પગલાં લીધા છે અને આનંદ વિહાર, કાશ્મીરી ગેટ ISBT, ITO, પુસા રોડ, જહાંગીરપુરી, નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયા, બુરારી ક્રોસિંગ જેવા સ્થળોએ 'એન્ટી-સ્મોગ ગન' તૈનાત કરી છે.

પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ કહ્યું કે, રાજધાનીમાં પ્રદૂષણના સ્તરને જોતા પાણીના છંટકાવની પ્રક્રિયા ચાલી રહી છે. રસ્તાઓ પરની ધૂળને એન્ટી સ્મોગ ગન વડે સતત દેખરેખ રાખવામાં આવે છે અને જ્યાં બાંધકામનું કામ ચાલી રહ્યું હોય ત્યાં પણ અમે તેનો ઉપયોગ કરીએ છીએ.”

દિલ્હી સરકારે 28 ઓક્ટોબરના રોજ વાહનચાલકોને વધતા પ્રદૂષણથી વાકેફ કરવા અને ટ્રાફિક લાઇટ લીલી થવાની રાહ જોતી વખતે તેમના વાહનોના એન્જિન બંધ કરવા પ્રોત્સાહિત કરવા માટે 'રેડ લાઇટ ઓન, ગાડી બંધ' અભિયાન શરૂ કર્યું હતું. ગુરુવારે સવારે શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 351 નોંધાયો હતો, જે શુક્રવારે સવારે 450 પર પહોંચ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

24 કલાકમાં વરસાદનો તોફાની રાઉન્ડ: સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશે! બંદરો પર 3 નંબરનું સિગ્નલ લાગ્યું

વિપક્ષી એકતામાં તિરાડ: મમતા બાદ હવે અખિલેશે પણ કોંગ્રેસને ઝટકો આપ્યો, PM-CMને હટાવતા બિલ પર JPC નો બહિષ્કાર

આવતીકાલે 25 જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે, 5 જિલ્લામાં ઓરેન્જ તો 17 જિલ્લા યલો એલર્ટ જાહેર, જાણો વેધર અપડેટ

અંબાલાલ પટેલની આગાહીઃ આજથી વરસાદનો કહેર શરૂ, આ જિલ્લામાં તો 10 ઈંચ સુધી ખાબકશે, નવરાત્રીમાંય વરસાદ કોઈને નહીં છોડે

વિડિઓઝ

Gujarat Rain Forecast : આગામી 3 કલાકમાં ક્યાં ક્યાં પડશે વરસાદ? જુઓ અહેવાલ
Ahmedabad Riverfront : અમદાવાદનો સાબરમતી રિવરફ્રટ પાણીમાં ગરકાવ, લોકો માટે કરાયો બંધ
Ahmedabad waterlogging:  માત્ર 50 મિનિટના વરસાદમાં અમદાવાદના એસજી હાઈવે પર ભરાયા પાણી, જુઓ અહેવાલ
Gujarat Rain Data : ગુજરાતમાં બપોર સુધીમાં 160 તાલુકામાં વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
24 કલાકમાં વરસાદનો તોફાની રાઉન્ડ: સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશે! બંદરો પર 3 નંબરનું સિગ્નલ લાગ્યું
24 કલાકમાં વરસાદનો તોફાની રાઉન્ડ: સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશે! બંદરો પર 3 નંબરનું સિગ્નલ લાગ્યું
વિપક્ષી એકતામાં તિરાડ: મમતા બાદ હવે અખિલેશે પણ કોંગ્રેસને ઝટકો આપ્યો, PM-CMને હટાવતા બિલ પર JPC નો બહિષ્કાર
વિપક્ષી એકતામાં તિરાડ: મમતા બાદ હવે અખિલેશે પણ કોંગ્રેસને ઝટકો આપ્યો, PM-CMને હટાવતા બિલ પર JPC નો બહિષ્કાર
આવતીકાલે 25 જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે, 5 જિલ્લામાં ઓરેન્જ તો 17 જિલ્લા યલો એલર્ટ જાહેર, જાણો વેધર અપડેટ
આવતીકાલે 25 જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે, 5 જિલ્લામાં ઓરેન્જ તો 17 જિલ્લા યલો એલર્ટ જાહેર, જાણો વેધર અપડેટ
અંબાલાલ પટેલની આગાહીઃ આજથી વરસાદનો કહેર શરૂ, આ જિલ્લામાં તો 10 ઈંચ સુધી ખાબકશે, નવરાત્રીમાંય વરસાદ કોઈને નહીં છોડે
અંબાલાલ પટેલની આગાહીઃ આજથી વરસાદનો કહેર શરૂ, આ જિલ્લામાં તો 10 ઈંચ સુધી ખાબકશે, નવરાત્રીમાંય વરસાદ કોઈને નહીં છોડે
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સર્જાશે, રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

અમદાવાદમાં ધોધમાર વરસાદ,સાબરમતી  નદી ભયજનક સપાટીએ, રિવરફ્રંટ નાગરિકો માટે કરાયો બંધ

Rain Update:છેલ્લા 24 કલાકમાં રાજ્યના  234 તાલુકામાં વરસાદ, ભાણવડમાં સૌથી વધુ 5 ઈંચ વરસ્યો

Gujarat Rain forecast: આગામી 7 દિવસ રાજ્યમાં રહેશે  ભારે વરસાદ, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Embed widget