શોધખોળ કરો

World Cup Final 2023: વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા PM મોદી સહિત આ દિગ્ગજો પણ પધારશે અમદાવાદ, જુઓ યાદી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા પીએમ મોદી સહિત આ દિગ્ગજો અમદાવાદ આવી રહ્યાં છે, એરપોર્ટ અને સ્ટેડિયમની આસપાસ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

World Cup Final 2023:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે. નરેન્દ્ર મોદીનો સંભવિત કાર્યક્રમ નક્કી થઈ ગયો છે. મેચ પુરી થયા બાદ પીએમ રાત્રી આરામ માટે રાજભવન જશે. રાજભવનમાં રાત્રિ આરામ કર્યા બાદ પીએમ 20 નવેમ્બરે રાજસ્થાન જવા રવાના થશે જ્યાં તેઓ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરશે .

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે. નરેન્દ્ર મોદીનો સંભવિત કાર્યક્રમ નક્કી થઈ ગયો છે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષામાં કોઈ ક્ષતિ ન રહે તે માટે પોલીસ વિભાગ પણ તૈયારીઓમાં વ્યસ્ત છે અને તૈયારીઓની સમીક્ષા પણ કરી રહ્યું છે.

PM નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમ અનુસાર PM મોદી 19મીએ દિલ્લીથી અમદાવાદ આવશે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળશે. આ દરમિયાન ઘણા ઉદ્યોગપતિઓ, સેલેબ્સ અને VVIP મહેમાનો પણ હાજર રહેશે.

મેચ પુરી થયા બાદ પીએમ રાત્રી આરામ માટે રાજભવન જશે. રાજભવનમાં રાત્રિ આરામ કર્યા બાદ 20 નવેમ્બરે રાજસ્થાન જવા રવાના થશે, જ્યાં તેઓ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરશે.

PM મોદી સાથે આ દિગ્ગજ પણ મેચ નિહાળવા આવશે અમદાવાદ

પીએમ નરેન્દ્ર મોદી ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા અમદાવાદ આવી રહ્યાં છે.  આ સિવાય ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સ પણ મેદાનમાં પહોંચી શકે છે. બીજી તરફ કપિલ દેવ, એમએસ ધોની, સચિન તેંડુલકર, અમિત શાહ, જય શાહ, રોજર બિન્ની, હાર્દિક પંડ્યા, રાજીવ શુક્લા સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી. મેચ જોવા પણ આવી શકે છે.

સુરક્ષા વ્યવસ્થા પર સંપૂર્ણ ધ્યાન

અત્યાર સુધી વડાપ્રધાન આવે તેવી સંભાવના હતી પરંતુ હવે તેમનો સંભવિત કાર્યક્રમ આવી ગયો છે. મેચ દરમિયાન પીએમની હાજરીની પુષ્ટિ થતાં જ પોલીસ વિભાગે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિવિધ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અને પીએમ જે માર્ગ પરથી પસાર થવાના છે તેની સમીક્ષા કરી રહ્યા છે. અમદાવાદમાં પીએમ મોદી સહિત અનેક સેલેબ્સ, ઉદ્યોગપતિઓ અને વીવીઆઈપી હાજર રહેશે, તેથી સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ક્ષતિ ન થાય તે માટે વધારાની પોલીસ તૈનાતની પણ માંગ કરવામાં આવી છે.

પોલીસ વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં જરૂરીયાત મુજબ વધારાનો પોલીસ સ્ટાફ ફાળવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ટોચના પોલીસ અધિકારીઓએ વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઇને  સુરક્ષા વ્યવસ્થાની  સમીક્ષા કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
Embed widget