શોધખોળ કરો
Advertisement
અમેરિકા-જર્મનીએ સાથે મળીને બનાવેલી કોરોનાની રસીનો 1 ડોઝ મળશે માત્ર 225 રૂપિયામાં, ચાલી રહ્યું છે કેટલામું ટ્રાયલ? જાણો વિગત
કોરોના વાયરસની વેક્સીન તૈયાર કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. હાલ કોરોના આ પાંચ રસી છે જે બહુ ચર્ચામાં છે. ત્યારે કોરોનાની વેક્સીન અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે એટલે હવે તેની કિંમતોએ ચર્ચાનું જોર પકડ્યું છે
સમગ્ર દુનિયામાં કોરોનાથી બચવા વેક્સિનનું સંશોધન ચાલી રહ્યું છે. કોરોના વાયરસની વેક્સીન તૈયાર કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. હાલ કોરોના આ પાંચ રસી છે જે બહુ ચર્ચામાં છે. ત્યારે કોરોનાની વેક્સીન અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે એટલે હવે તેની કિંમતોએ ચર્ચાનું જોર પકડ્યું છે. ત્યારે અમેરિકા-જર્મનીએ સાથે મળીને બનાવેલી કોરોનાની રસીનો 1 ડોઝ માત્ર 225 રૂપિયા મળશે. હાલ બીજું અને ત્રીજું ટ્રાય ચાલી રહ્યું છે.
અમેરિકાની કંપની ફાઈઝર અને જર્મન બાયોટેક કંપની બાયોએનટેકની વેક્સીન (BNT162b2)નું બીજું અને ત્રીજું ટ્રાયલ ચાલી રહ્યું છે જેમાં 30 હજાર લોકોએ ભાગ લીધો છે અને હાલ આ તમામ પર ટ્રાયલ ચાલી રહ્યું છે. અત્યાર સુધીના પરિણામો અનુસાર વેક્સીન અસરકારક સાબિત થઈ રહી છે.
વોલન્ટિયર્સમાં કોરોનાને ન્યૂટ્રલ કરનારી એન્ટિબોડી વિકસિત થઈ છે. તેને ઓક્ટોબર મહિનામાં મંજૂરી મળ તેવી સંભાવના છે.
અમેરિકાની સરકારે વેક્સિન બનાવતી કંપની સાથે 2 બિલિયન ડોલરનો કરાર પણ કર્યો છે. જે અંતર્ગત કંપની અમેરિકાને 100 મિલિયન ડોઝ આપશે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે.
નેધરલેન્ડ, જર્મની, ફ્રાન્સ અને ઈટાલીમાં વેક્સીનના 1 ડોઝની કિંમત 255થી 300 રૂપિયા હશે. આ ઉપરાંત અમેરિકામાં તેની કિંમત 1500 રૂપિયા હોઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement