Lebanon: લેબનાન છોડવા તૈયાર નથી ઇઝરાયલની સેના, પ્રદર્શનકારીઓને મારી ગોળી, 22નાં મોત
આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃતકોમાં છ મહિલાઓ અને એક લેબનીઝ સૈનિકનો સમાવેશ થાય છે

દક્ષિણ લેબનોનમાં રવિવારે ઇઝરાયલી દળોએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરતા ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા અને 124થી વધુ ઘાયલ થયા હતા. લેબનોનના આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિરોધીઓ યુદ્ધવિરામના ભાગ રૂપે ઇઝરાયલી દળોની વાપસીની માંગ કરી રહ્યા હતા. આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃતકોમાં છ મહિલાઓ અને એક લેબનીઝ સૈનિકનો સમાવેશ થાય છે. સરહદી વિસ્તારના 20થી વધુ ગામોમાં લોકો ઘાયલ થયાના અહેવાલો છે.
Israeli troops fired at residents of south Lebanon on Sunday, killing two and wounding 32, health officials said, as hundreds of people tried to return to their homes on the deadline for Israeli forces to withdraw from the area. https://t.co/wm6Z56vZ2R
— AFP News Agency (@AFP) January 26, 2025
વિરોધીઓએ અનેક ગામોમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો
ઇઝરાયલ-હિઝબુલ્લાહ યુદ્ધને રોકવા માટે નવેમ્બરના અંતમાં યુદ્ધવિરામ કરાર હેઠળ નિર્ધારિત 60 દિવસની સમયમર્યાદામાં ઇઝરાયલી દળોએ દક્ષિણ લેબનાનમાંથી પરત ફરવાનુ હતું પરંતુ તેમ થયું નહીં. આના વિરોધમાં વિરોધીઓએ અનેક ગામોમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક વિરોધીઓ હિઝબુલ્લાહના ધ્વજ લઈને આવ્યા હતા.
ઇઝરાયલનું કહેવું છે કે લેબનીઝ સેનાએ દક્ષિણ લેબનાનમાં હિઝબુલ્લાહને ફરીથી માથું ઊંચકતા અટકાવવા માટે પ્રદેશના તમામ વિસ્તારોમાં તૈનાત કરી નથી અને તેથી તેમને ત્યાં લાંબા સમય સુધી રહેવાની જરૂર છે.
હિઝબુલ્લાહ પર વિરોધ પ્રદર્શનો ભડકાવવાનો આરોપ
લેબનીઝ સેનાએ કહ્યું કે જ્યાં સુધી ઇઝરાયલી સેના પાછી ન હટે ત્યાં સુધી તે ત્યાં સુધી મોરચો સંભાળી શકશે નહીં. ઇઝરાયલી સૈન્યએ રવિવારના વિરોધ પ્રદર્શનોને ઉશ્કેરવા માટે હિઝબુલ્લાહને દોષી ઠેરવ્યું હતું. તેણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના સૈનિકોએ ઘણા વિસ્તારોમાં ગોળીબાર કર્યા હતા જ્યાં શંકાસ્પદ લોકોની હાજરી મળી આવી હતી.
ઇઝરાયલી સૈનિકોએ અનેક શંકાસ્પદોની ધરપકડ કરી
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલી સૈનિકોએ ઘણા શંકાસ્પદોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ આઉને રવિવારે દક્ષિણ લેબનાનના લોકોને સંબોધિત કરતા એક નિવેદનમાં કહ્યું કે લેબનાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર કોઈ વાટાઘાટો થઈ શકતી નથી અને હું તમારા અધિકારો અને સન્માન સુનિશ્ચિત કરવા માટે આ મુદ્દાને ઉકેલવા માટે પ્રતિબદ્ધ છું. હું આ માટે કામ કરી રહ્યો છું.
નાઈજીરિયામાં સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો! વિસ્ફોટમાં 27 જવાનોના મોત




















