શોધખોળ કરો

પંજશીર હુમલો કરવા આવેલા 350 તાલિબાની આતંકીઓને મરાયા ઠાર, નોર્ધન એલાયન્સે કર્યો દાવો

તાલિબાનના લગભગ 350 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા જ્યારે 40થી વધુને પકડી લેવામાં આવ્યા છે. એનઆરએફને આ દરમિયાન અનેક અમેરિકન વાહનો અને હથિયારો હાથ લાગ્યા છે.

નવી દિલ્હીઃ તાલિબાન એક તરફ દુનિયા સામે શાંતિથી અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવા અને તેનું સંચાલન કરવાનો દાવો કરી રહ્યુ છે પરંતુ બીજી તરફ સતત તાલિબાનના આતંકીઓ પંજશીર વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્વિટર પર નોર્ધર્ન એલાયન્સે દાવો કર્યો હતો કે ગઇ રાત્રે ખાવકમાં હુમલો કરવા આવેલા તાલિબાનના લગભગ 350 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા જ્યારે 40થી વધુને પકડી લેવામાં આવ્યા છે. એનઆરએફને આ દરમિયાન અનેક અમેરિકન વાહનો અને હથિયારો હાથ લાગ્યા છે.

આ અગાઉ જાણકારી આપવામાં આવી હતી કે મંગળવારે રાત્રે પણ તાલિબાને  પંજશીપમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં તેનો સામનો નોર્ધર્ન એલાયન્સના ફાઇટર્સ સાથે થયો હતો. સ્થાનિક પત્રકાર નાતિક માલિકજાદા દ્ધારા કરવામાં આવેલા ટ્વિટ અનુસાર અફઘાનિસ્તાનના પંજશીરના પ્રવેશદ્વાર પર ગુલબહાર વિસ્તારમાં તાલિબાનના આતંકીઓ અને નોર્ધર્ન એલાયન્સ વચ્ચે અથડામણ થઇ હતી.

મંગળવારે રાતથી ફરીથી પંજશીરમાં તાલિબાન અને નોર્ધન અલાયન્સ વચ્ચે જંગ શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાલિબાને ગોલબહારથી પંજશીરને જોડતા પુલને ઉડાવી દીધો છે. પંજશીરને પરવાન પ્રાંતથી જોડતા માર્ગને બંધ કરી દેવાયો છે. તાલિબાને જાહેર માર્ગોને કન્ટેનરોથી બંધ કરી દીધા છે. સૂત્રોનો દાવો છે કે આ લડાઈમાં અત્યાર સુધી ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાને પરત બોલાવ્યા બાદ વ્હાઈટ હાઉસમાં પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. બાઈડને અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકનોને પાછા લાવવાનો દાવો કર્યો અને કહ્યું હતું કે હાલમાં ત્યાં લગભગ 100-200 અમેરિકી નાગરિકો ફસાયેલા છે. સૈન્ય પરત બોલાવ્યા બાદ ત્યાં ફસાયેલા અમેરિકી લોકો મુદ્દે જો બાઇડનની ટીકા થઈ રહી હતી.

બાઈડનને જ્યારે આ મુદ્દે સવાલ કરાયો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે ત્યાં જેટલા પણ અમેરિકી નાગરિકો ફસાયા છે, તેમની પાસે અફઘાનિસ્તાનની નાગરિકતા પણ છે. પહેલાં તેમણે અફઘાનિસ્તાની હોવાની વાતને ટાંકીને ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે તેઓ અહીં પરત આવવા માગે છે. અફઘાનિસ્તાનમાં જેટલા પણ અમેરિતી હતા તેના 90 ટકા લોકો પરત ફરી ચૂક્યા છે. હવે જે ત્યાં ફસાયેલા છે તેમના માટે કોઇપણ પ્રકારની ડેડલાઈન જેવું નથી, અમે તેમને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget