શોધખોળ કરો
Advertisement
ઈટલીમાં કોરોનાનો કહેર, એક દિવસમાં 49 મોત, મૃતકોની સંખ્યા 197 થઈ
ઈટલીમાં કોરોના વાયરસના કારણે શુક્રવારે વધુ 49 લોકોના મોત થયા છે. આ સાથે જ ઈટલીમાં કોરોના વાયરસના કારણે મૃતકોની સંખ્યા 197 થઈ છે.
રોમ: ઈટલીમાં કોરોના વાયરસના કારણે શુક્રવારે વધુ 49 લોકોના મોત થયા છે. આ સાથે જ ઈટલીમાં કોરોના વાયરસના કારણે મૃતકોની સંખ્યા 197 થઈ છે. કોરોના વાયરસના કારણે સૌથી વધુ મોત ચીન અને ત્યારબાદ ઈટલીમાં થઈ છે. કોરોના વાયરસના સંક્રમિતના કુલ 4636 મામલા સામે આવ્યા છે. દક્ષિણ કોરિયા અને ઈરાન બાદ સૌથી વધુ છે.
ચીનમાં કોરોના વાયરસના કારણે વધુ 28 લોકોના મોત થયા છે જેના કારણે મૃતકોની સંખ્યાને વધીને 3070 પહોંચી છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ અનુસાર, આ ખતરનાક વાયરસના સંક્રમણના નવા 99 મામલા સામે આવ્યા છે.
નવા કેસની સંખ્યા આ વાયરસના કેંદ્ર રહેલા હુબેઈ પ્રાંતની બહાર નોંધાઈ છે. તેમણે જણાવ્યું કે 25 નવા કેસ મધ્ય પ્રાંતની બહાર નોંઘવામાં આવ્યા છે.
ચીનના વુહાનની શરૂ થયેલો ખતરનાક કોરોના વાયરસ ઝડપથી દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. કોરોના વાયરસથી દુનિયાભરમાં 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક 3200ને પાર થયો છે. દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે.
ભારતમાં પણ કોરોના વાયરસની અસર ધીમે ધીમે વધી રહી છે. ભારતમાં અત્યાર સુધીમાં 31 લોકોમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion