શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનઃ બલુચિસ્તાનમાં મસ્જિદમાં વિસ્ફોટ, પાંચ લોકોના મોત, અનેક ઘાયલ
અધિકારીઓના મતે વિસ્ફોટમાં એલઇડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાન્તમાં એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં પાંચ લોકોના મોત થયા છે. પ્રારંભિક રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે ક્વેટા પાસે કુચલક વિસ્તારમાં સ્થિત એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં પાંચ લોકોના મોત થયા હતા જ્યારે 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
અધિકારીઓના મતે વિસ્ફોટમાં એલઇડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ થયો ત્યારે મસ્જિદમાં મોટી સંખ્યામાં નમાજ પઢવા માટે લોકો એકઠા થયા હતા. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાન્તમાં અનેક વિસ્ફોટ થયા છે જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મે મહિનામાં પ્રાન્તની રાજધાની ક્વેટાના સ્ટેલાઇટ ટાઉન વિસ્તારમાં એક મસ્જિદ પાસે ત્યારે વિસ્ફોટ થયો જ્યારે લોકો અહી નમાજ પઢવા માટે એકઠા થયા હતા. બોમ્બ મોટરસાઇકલમાં લગાવવામાં આવ્યો છે. આ વિસ્ફોટમાં ચાર પોલીસ જવાનોના મોત થયા હતા અને 11 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા.
Balochistan: Four people killed and fifteen injured in a blast in a Mosque in Kuchlak, near Quetta. #Pakistan pic.twitter.com/l9S2yjVuG0
— ANI (@ANI) August 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement