શોધખોળ કરો
Advertisement
મેકિસકોમાં 7.7ના ભૂકંપમાં મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી, લોકો રસ્તા પર, ઘરે જતાં ફફડે છે, જુઓ વિનાશકતાની તસવીરો
આ ભૂકંપનું એપિસેન્ટર ઓક્સાકામાં જમીનથી 26.3 કિ.મી. નીચે નોંધાયું હતું. US જિયોલોજીક સરવેના મતે ભૂકંપનું કેન્દ્ર ઓક્સાકા સ્ટેટથી 12 કિમી દૂર હતું.
મેક્સિકોઃ દક્ષિણ મેક્સિકોમાં આવેલા 7.7ની તીવ્રતાના ભયંકર ભૂકંપે ભારે તબાહી વેરી છે. મેક્સિકોની રાજધાની મેક્સિકો સિટી અને દક્ષિણી રાજ્ય ઓક્સાકાના નાગરિકોએ ભૂકંપના સૌથી ભારે ઝટકા અનુભવ્યા હતા. ભૂકંપના આંતકા આવતાં ઘણાં મકાનો પત્તાના મહેલની માફક પડી ગઈ હતી અને લોકો ભયના માર્યા રસ્તા પર દોડી આવ્યા હતા. આ ભૂકંપ પછી હવે સુનામીની આગાહી કરાઈ છે તેથી લોકો ફફડતા જીવે જીવી રહ્યાં છે. આ ભૂકપમાં પ્રાથમિક અહેવાલો પ્રમાણે છ લોકોનાં મોત થયાં છે પણ મૃત્યુઆંક વધી શકે છે.
ભૂકંપના પરિણામે હાલત એ થઈ છે કે, લોકો રસ્તા પર જ પડી રહ્યાં છે અમને ઘરોમાં જતાં પણ ડરે છે. ઓફિસો ખાલીખમ પડી છે અને લોકો ભાગીને આવી ગયાં પછી ઓફિસમાં જવા તૈયાર નથી.
આ ભૂકંપનું એપિસેન્ટર ઓક્સાકામાં જમીનથી 26.3 કિ.મી. નીચે નોંધાયું હતું. US જિયોલોજીક સરવેના મતે ભૂકંપનું કેન્દ્ર ઓક્સાકા સ્ટેટથી 12 કિમી દૂર હતું. સ્થાનિક સમય પ્રમાણે ભૂકંપ સવારે 10.29 વાગે આવ્યો. ત્યાર બાદ યુ.એસ. સુનામી વોર્નિંગ સિસ્ટમે રાજયમાં સુનામીની ચેતવણી પણ આપી હતી.
મેક્સિકોમાં 2017માં બે વખત ભૂકંપ આવ્યો હતો. 8 સપ્ટેમ્બરના રોજ 8.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં 150 લોકોના મોત થયા હતા. બીજી વખત ભૂકંપ 20 સપ્ટેમ્બરના રોજ 7.1 તીવ્રતાનો આવ્યો હતો. તેમાં 500થી વધારે લોકોના જીવ ગયા હતા. ભૂકંપની લીધે તે સમયે ચોતરફે ભારે જાનહાનિ થઈ હતી.
મેક્સિકોમાં છેલ્લા 7 દિવસમાં 20 વખત ભૂકંપ અનુભવાયો છે. સૌથી વધારે તીવ્રતાનો ભૂકંપ મંગળવારે આવ્યો. છેલ્લા 24 કલાકમાં 4 વખત ભૂકંપનો અનુભવ થયો છે. આંકડાકીય માહિતી પ્રમાણે અહીં એક મહિનામાં 99 વખત ભૂકંપના ઝાટકાનો અહેસાસ થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion