શોધખોળ કરો

Terror Attack In Turkey: તુર્કીની રાજધાનીમાં મોટો આતંકી હુમલો, અનેક લોકોના મોતની આશંકા

Terror Attack In Turkish: તુર્કીની રાજધાનીમાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં ઘણા લોકોના મોતની આશંકા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો તુર્કીની રાજધાની અંકારામાં સ્થિત એક ડિફેન્સ એન્ડ એરોસ્પેસ કંપનીના હેડક્વાર્ટર પર થયો હતો.

Terror Attack In Turkish: તુર્કીની રાજધાનીમાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં ઘણા લોકોના મોતની આશંકા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો તુર્કીની રાજધાની અંકારામાં સ્થિત એક ડિફેન્સ એન્ડ એરોસ્પેસ કંપનીના હેડક્વાર્ટર પર થયો હતો. તુર્કી એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દેશના સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ KAANનું ઉત્પાદન કરે છે.

તુર્કીના ગૃહમંત્રીએ કહ્યું કે સંરક્ષણ અને એરોસ્પેસ કંપનીના હેડક્વાર્ટર પર થયેલા આતંકવાદી હુમલામાં ઘણા લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયા અનુસાર, જોરદાર વિસ્ફોટ સંભળાયો અને ચારેબાજુ ધુમાડો ફેલાઈ ગયો. આ પછી વિસ્તારમાં ફાયરિંગનો અવાજ પણ સંભળાયો હતો. આ આતંકી હુમલાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં કેટલાક આતંકીઓ ફાયરિંગ કરતા જોઈ શકાય છે. જો કે આ હુમલામાં કેટલા લોકોના મોત થયા તે હજુ સુધી જાણવા મળ્યું નથી. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. હુમલા બાદ સંરક્ષણ અને એરોસ્પેસ કંપનીના મુખ્યાલયમાં ઈમરજન્સી સેવાઓ મોકલી દેવામાં આવી છે.

લોકોને બંધક બનાવ્યા હોવાની પણ આશંકા છે

ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર વિસ્ફોટ અને ત્યારબાદ ફાયરિંગનું કારણ સ્પષ્ટ નથી. જો કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આત્મઘાતી હુમલો થયો હતો અને તેના પછી બિલ્ડિંગમાં કેટલાક લોકોને કેદ પણ કરવામાં આવ્યા હતા. જો કે અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી નથી. રોઇટર્સે સાક્ષીઓને ટાંકીને જણાવ્યું હતું કે સત્તાવાળાઓ દ્વારા બિલ્ડિંગની અંદરના કામદારોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને કોઈને બહાર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે બોમ્બ વિસ્ફોટ અલગ-અલગ એક્ઝિટ ગેટ પર થયા હોઈ શકે છે.

તુર્કીના ગૃહ પ્રધાન અલી યર્લિકાયાએ સોશિયલ મીડિયા પર કહ્યું, અંકારાના કહરામાનકાકઝાનમાં TÜSAS સુવિધાઓ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. કમનસીબે, આ હુમલામાં અમારા ઘણા લોકો શહીદ થયા હતા અને ઘાયલ પણ થયા હતા. વિસ્ફોટ અને ત્યારપછીના ગોળીબારનું કારણ અસ્પષ્ટ છે, કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તે આત્મઘાતી હુમલો હતો. રાજ્યની માલિકીની અનાદોલુ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે કટોકટી સેવાઓને ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી.

આ પણ વાંચો...

BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget