BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી
PM Modi In BRICS Summit 2024: આતંકવાદના મુદ્દે પીએમ મોદીનું વલણ સ્પષ્ટ છે. તેમણે અનેક મંચો પર આ અંગે આકરા પ્રહારો કર્યા છે. બ્રિક્સ સમિટ 2024માં પણ તેમણે આવું જ કર્યું.
PM Modi In BRICS Summit 2024: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (23 ઑક્ટોબર) ના રોજ 16મી બ્રિક્સ સમિટને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે ભારત યુદ્ધનું સમર્થન કરતું નથી, પરંતુ કૂટનીતિ અને વાતચીતનું સમર્થન કરે છે. તેણે ચીન અને રશિયા જેવા મોટા દેશોના પ્રમુખોની સામે પણ આતંકવાદ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આતંકવાદના મુદ્દે લોકોનું બેવડું વલણ ચાલશે નહીં.
#WATCH | 16th BRICS Summit in Kazan, Russia | Prime Minister Narendra Modi says "I want to thank President Putin for the successful organisation of the 16th BRICS Summit. I once again heartily welcome the new colleagues associated with BRICS. In its new form, BRICS represents 40%… pic.twitter.com/ixaZtQWGIe
— ANI (@ANI) October 23, 2024
પીએમ મોદીએ કહ્યું, અમારી બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વ યુદ્ધ, સંઘર્ષ, આર્થિક અનિશ્ચિતતા, જળવાયુ પરિવર્તન, આતંકવાદ જેવા અનેક પડકારોથી ઘેરાયેલું છે. વિશ્વમાં ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમના વિભાજનની ચર્ચા છે. મોંઘવારી નિવારણ, ખાદ્ય સુરક્ષા, ઉર્જા સુરક્ષા, આરોગ્ય સુરક્ષા, જળ સુરક્ષા એ તમામ દેશો માટે પ્રાથમિકતાના વિષયો છે અને ટેકનોલોજીના યુગમાં સાયબર સુરક્ષા, ડીપ ફેક, ડિસઇન્ફોર્મેશન વગેરે નવા પડકારો બની ગયા છે. આવી સ્થિતિમાં બ્રિક્સને લઈને ઘણી અપેક્ષાઓ છે.
આતંકવાદ પર પીએમ મોદીનું કડક વલણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આતંકવાદ અને ટેરર ફાઇનાન્સિંગનો સામનો કરવા માટે આપણે બધાએ સાથે આવવું પડશે અને મજબૂતીથી સહકાર આપવો પડશે. આવા ગંભીર વિષય પર બેવડા ધોરણોને કોઈ અવકાશ નથી. આપણા દેશના યુવાનોમાં કટ્ટરપંથને રોકવા માટે આપણે સક્રિય પગલાં લેવા જોઈએ. આપણે યુએનમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલનના બાકી મુદ્દા પર સાથે મળીને કામ કરવું પડશે.
બ્રિક્સ વિભાજનકારી નહીં, જનહિતકારી સમુહ
પ્રધાનમંત્રીએ કહ્યું, હું માનું છું કે એક વૈવિધ્યસભર અને સર્વસમાવેશક પ્લેટફોર્મ તરીકે બ્રિક્સ તમામ વિષયો પર સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. આ સંદર્ભમાં, આપણો અભિગમ લોક કેન્દ્રિત રહેવો જોઈએ. આપણે વિશ્વને આ સંદેશ આપવો જોઈએ કે બ્રિક્સ એ વિભાજનકારી નથી પરંતુ જનહિતકારી જૂથ છે.
PM મોદીએ ભારતના વખાણમાં શું કહ્યું?
વિશ્વ પ્રત્યેના ભારતના અભિગમ પર બોલતા તેમણે કહ્યું, અમે યુદ્ધ નહીં, સંવાદ અને ડિપ્લોમેસીનું સમર્થન કરીએ છીએ અને જેમ આપણે સાથે મળીને કોવિડ જેવા પડકારોનો સામનો કર્યો, એજ રીતે આપણે ભાવી પેઢીઓ માટે સંપૂર્ણ રીતે સક્ષમ, સુરક્ષિત, મજબૂત અને સમૃદ્ધ ભવિષ્ય માટે અવસર પેદા કરવા માટે પુરી રીતે સક્ષમ છીએ.
આ પણ વાંચો...