શોધખોળ કરો
Advertisement
બહેરીનમાં ભાવુક થયા PM મોદી, કહ્યુ- આજે મારો મિત્ર અરુણ ચાલ્યો ગયો
મોદીએ કહ્યું કે, આજે મારી અંદર એક દુખ છૂપાવીને બેઠો છું, હું આટલો દૂર છું અને મારો મિત્ર અરુણ ચાલ્યો ગયો. થોડા સમય અગાઉ મારી બહેન સુષ્મા સ્વરાજ ચાલી ગઇ હતી આજે સાથે ચાલનારો મિત્ર ચાલ્યો ગયો.
મનામાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાતનો પ્રવાસ ખત્મ કર્યા બાદ બહેરીન પહોંચ્યા છે જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. ભવ્ય સ્વાગતને લઇને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને એવું લાગ્યું કે હું ભારતના કોઇ ભાગમાં છું. વડાપ્રધાને અહી ભારતીયોને સંબોધિત કરતા પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મોદીએ કહ્યું કે, આજે મારી અંદર એક દુખ છૂપાવીને બેઠો છું, હું આટલો દૂર છું અને મારો મિત્ર અરુણ ચાલ્યો ગયો. થોડા સમય અગાઉ મારી બહેન સુષ્મા સ્વરાજ ચાલી ગઇ હતી આજે સાથે ચાલનારો મિત્ર ચાલ્યો ગયો.
તેમણે કહ્યુ કે, ભારતના વડાપ્રધાનને બહેરીન પહોંચવામાં ખૂબ મોડું થઇ ગયું. BHIM એપ અને UPI અને જનધન ખાતા જેવી સુવિધાઓએ ભારતીય બેન્કિગને સરળ કરી દીધી છે. ભારતનું ડિઝિટલ લેવડદેવડ આખી દુનિયામાં ચર્ચામાં છે. રૂપે કાર્ડ દુનિયાભરની બેન્કો અને સેલર્સ સ્વીકાર કરી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું કે, તમામ રેન્કિંગમાં ભારત આગળ વધી રહ્યું છે. ભારતના સ્પેસ કાર્યક્રમની દુનિયામાં ચર્ચા થઇ રહી છે. ભારતના ચંદ્રયાન મિશનથી દુનિયા આશ્વર્યમાં છે. ચંદ્રયાન સાત સપ્ટેમ્બરના રોજ ચંદ્રની ધરતી પર ઉતરશે.An evening to remember for the Indian community in Bahrain
PM @narendramodi addressed 15,000 strong exuberant Indian community at the Bahrain National Stadium. Appreciated their role in the economic development of Bahrain and for keeping the Indian flag flying high. pic.twitter.com/Kv32j5E2g1 — Raveesh Kumar (@MEAIndia) August 24, 2019
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે જન્માષ્ટમીનો પવિત્ર પર્વ છે. મને કહેવામાં આવ્યું છે કે ગલ્ફ ક્ષેત્રમાં જન્માષ્ટમી પર કૃષ્ણ કથા સાંભળવવાની પરંપરા આજે પણ છે. આવતીકાલે હું શ્રીનાથજીના મંદિર જઇને તમારા માટે, તમારા મહેમાન દેશની સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરીશ. આજે તમામ ભારતીયોને એ વિશ્વાસ થયો છે કે ભારતના પુરા થઇ શકે છે. આશાઓ અને આકાંક્ષાઓ પુરી થઇ શકે છે.PM @narendramodi being enthusiastically welcomed by the Indian community at Bahrain. pic.twitter.com/9KCRaWiV0c
— PIB India (@PIB_India) August 24, 2019
આ અગાઉ વડાપ્રધાને બહેરીનના શાહ હમદ બિન ઇસા અલ ખલીફા સાથે વિવિધ દ્ધિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દા પર ચર્ચા કરી હતી. એરપોર્ટ પર બહેરીનના વડાપ્રધાન શહઝાદે ખલીફા બિન સલમાન અલ ખલીફાએ મોદીનું સ્વાગત કર્યું હતું.#WATCH PM Modi while addressing the Indian community in Bahrain, reacts on the demise of #ArunJaitley: I can't imagine that I am so far here while my friend has gone away. Some days ago, we lost our former External Affairs Minister Behen Sushma Ji. Today my friend Arun went away pic.twitter.com/NcMZ5dU069
— ANI (@ANI) August 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement