શોધખોળ કરો

ચીનમાં Coronavirus બાદ જોવા મળ્યો વધુ એક જીવલેણ વાયરસ, થઈ રહ્યો છે Trend

હંતા વાયરસથી મોતને ભેટનાર વ્યક્તિ શાડોંગ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન તેનો હંતા વાયરસ પોઝિટિવ આવ્યો હતો.

વુહાનઃ ચીનમાંથી શરૂ થયેલા કોરોના વાયરસે હાલ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. વિશ્વભરમાં 15,000થી વધારે લોકોને આ વાયરસ ભરખી ગયો છે અને હજુ પણ તેની કોઈ દવા શોધી શકાય નથી ત્યારે ચીન વધુ એક નવો વાયરસ મળી આવ્યો છે. ચીનના યુન્નાન પ્રાંતમાં સોમવારે એક વ્યક્તિનું હંતા વાયરસ (Hantavirus)થી મોત થયું છે. હાલ આ વાયરસ ગૂગલમાં પણ ટ્રેન્ડ કરી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે, હંતા વાયરસથી મોતને ભેટનાર વ્યક્તિ શાડોંગ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન તેનો હંતા વાયરસ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ બસમાં સવાર 32 લોકોની પણ તપાસ કરવામાં આવી છે. ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સે આ ઘટનાની જાણકારી આપ્યા બાદ સોશિયલ મીડિયા પર બબાલ મચી ગઈ છે. કેવી રીતે ફેલાય છે Hantavirus એક્સપર્ટ્સના કહેવા મુજબ, કોરોના વાયરસની જેમ હંતા વાયરસ ઘાતક નથી. કોરોનાથી વિપરીત તે હવા દ્વારા ફેલાતો નથી. ઉંદર કે ખિસકોલીના સંપર્કમાં આવવાથી તે ફેલાય છે. સેંટર ફોર ડિઝિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેંસન મુજબ,  ઉંદરના કારણે હંતા વાયરસના સંક્રમણનો ખતરો રહે છે. જો કોઈ સ્વસ્થ વ્યક્તિ પણ હંતા વાયરસના સંપર્કમાં આવે તો તે સંક્રમિત થઈ શકે છે. સંક્રમિત વ્યક્તિમાં જોવા મળે છે આ લક્ષણો હંતા વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં પ્રવેશી શકતો નથી. પરંતુ જો કોઈ વ્યક્તિ ઉંદરના મળ,પેશાબને સ્પર્શ કર્યા બાદ પોતાના આંખ, નાક કે મોં ને સ્પર્શ કરે તો હંતા વાયરસના સંક્રમણનો ખતરો વધી જાય છે. આ વાયરસથી સંક્રમિત થવા પર વ્યક્તિને શરદી, માથાનો દુખાવો, પેટમાં દર્દ, ઉલ્ટી, ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે. જો સંક્રમિત વ્યક્તિની સારવારમાં વિલંબ થાય તો ફેફસામાં પાણી ભરાઈ જાય છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. સંક્રમિત વ્યક્તિના મોતની કેટલી છે ટકાવારી સેંટર ફોર ડિઝિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેંસન મુજબ હંતા વાયરસ જીવલેણ છે. તેનાથી સંક્રમિત વ્યક્તિઓના મરવાની ટકાવારી 38 ટકા જેટલી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

Embed widget