હાફિઝ સઈદના પુત્રના ગુમ થયાના સમાચારના ગણતરીના જ દિવસમાં LeT આતંકી કાસિર ફારૂકને પણ ગોળી ધરબી દેવાઈ, જુઓ અજાણ્યા હુમલાખોરોનો ભોગ બનેલાઓનું લિસ્ટ
કૈસર ફારૂક પ્રતિબંધિત અને નિયુક્ત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્યોમાંથી એક છે. તે મુંબઈ પર 26/11ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ અને એલઈટી ચીફ હાફીઝ સઈદના નજીકનો સાથી તરીકે ઓળખાય છે.
Hafeez Saeed Son: સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની હત્યાના CCTV ફૂટેજ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે વીડિયોની ચોક્કસ તારીખ અને સમય જાણી શકાયો નથી, CCTV ફૂટેજમાં એક માણસને પાછળથી ગોળી મારવામાં આવી હતી, જે બાદ અન્ય લોકો સાથે કરાચીની એક શેરીમાં જતો રહ્યો હોવાનું જોવા મળે છે.
ફાયરિંગ બાદ અન્ય લોકો કવર માટે દોડે છે, જ્યારે ગોળી વાગનાર વ્યક્તિ કૈસર ફારૂક નામનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હોવાનો ઘણા લોકોએ દાવો કર્યો હતો. કૈસર ફારૂક પ્રતિબંધિત અને નિયુક્ત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના સ્થાપક સભ્યોમાંથી એક છે. તે મુંબઈ પર 26/11ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ અને એલઈટી ચીફ હાફીઝ સઈદના નજીકનો સાથી તરીકે ઓળખાય છે.
હાફિઝ સઈદનો પુત્ર 'ગુમ' થયાના દિવસો બાદ વીડિયો સામે આવ્યો
કરાચીમાં લશ્કરના આતંકવાદી કૈસર ફારુકની ગોળી મારીને હત્યા કરાયેલા સમાચાર અને વીડિયો એવા દાવા પછી આવ્યા છે કે હાફિઝ સઈદનો પુત્ર ગુમ થઈ ગયો છે અને આઈએસઆઈ તેને શોધી શકવામાં અસમર્થ છે. મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદનો એક પુત્ર કમાલુદ્દીન સઈદ 26 સપ્ટેમ્બરથી ગુમ છે. કમાલુદ્દીન સઈદનું પેશાવરમાં કારમાં આવેલા બદમાશો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું .
હાફિઝ સઈદ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો વડા છે. હાફિઝ સઈદના ઈસ્લામિક આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાને વિશ્વના ઘણા દેશોએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે, જેમાં ભારત, અમેરિકા, યુરોપિયન યુનિયન, ઓસ્ટ્રેલિયા અને રશિયાનો સમાવેશ થાય છે. આ સિવાય સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પણ એલઈટીને આતંકવાદી સંગઠન માને છે. હાફિઝ સઈદ મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આ હુમલામાં 18 સુરક્ષાકર્મીઓ સહિત 166 લોકો માર્યા ગયા હતા, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. માર્યા ગયેલાઓમાં ઘણા દેશોના નાગરિકો પણ સામેલ હતા.
The "unknown men" in action pic.twitter.com/924EdYVPRw
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 30, 2023
અજાણ્યા હુમલાખોરોએ ઠાર કરેલાઓનું લિસ્ટ
- ઝહૂર મિસ્ત્રી - IC-814 હાઇજેકર (કરાંચીમાં ગોળી મારીને હત્યા)
- રિપુદમન સિંહ મલિક 1985 એર ઈન્ડિયા બોમ્બ ધડાકા (સરેમાં ગોળી મારીને હત્યા)
- મોહમ્મદ લાલ - ISI ઓપરેટર (19 સપ્ટેમ્બર 2022ના રોજ નેપાળમાં ગોળી મારીને હત્યા)
- હરવિન્દર સિંહ સંધુ - 2021 પંજાબ પોલીસ હેડક્વાર્ટર પર આરપીજી એટેક (લાહોરની હોસ્પિટલમાં ડ્રગ ઓવરડોઝથી મૃત્યુ પામ્યા)
- બશીર અહમદ પીર- એચએમ કમાન્ડર (રાવલપિંડીમાં ગોળી મારીને હત્યા)
- સૈયદ ખાલિદ રઝા - અલ બદર કમાન્ડર (કરાંચીમાં માર્યા ગયા)
- ઈમ્તિયાઝ આલમ - (રાવલપિંડીમાં હિઝબુલ કમાન્ડર માર્યો ગયો)
- એજાઝ અહમદ અહંગર - (ISJK, અફઘાનિસ્તાનમાં ઠાર મારવામાં આવ્યો.)
- સૈયદ નૂર શાલોબર - (બારા ખૈબર, પાકિસ્તાનમાં ગોળી મારીને હત્યા)
- પરમજીત સિંહ પંજવાર - KCF ચીફ (6 મે 2023 ના રોજ લાહોરમાં ગોળી મારીને હત્યા)
- અવતાર સિંહ ખાંડા - (16 જૂન 2023 ના રોજ બર્મિંગહામ, યુકેમાં શંકાસ્પદ ઝેરને કારણે મૃત્યુ પામ્યા)
- હરદીપ સિંહ નિજ્જર - (19 જૂન 2023ના રોજ બ્રિટિશ કોલંબિયા, કેનેડામાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી)
- સરદાર હુસૈન અરૈન - (1 ઓગસ્ટ, 2023ના રોજ સિંધના નવાબશાહમાં ગોળી વાગતા મૃત્યુ પામ્યા)
- રિયાઝ ઉર્ફે અબુ કાસિમ કાશ્મીરી સો મુહમ્મદ આઝમ (LeT કમાન્ડરની 8મી સપ્ટેમ્બર, 2023ના રોજ PoJKમાં રાવલકોટ મસ્જિદમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી)
- સુખદૂલ સિંહ ઉર્ફે સુખા દુનેકે, (20મી સપ્ટેમ્બર 2023ના રોજ કેનેડાના વિનીપેગમાં ગોળી મારીને હત્યા)
- ઝિયાઉર રહેમાન (સપ્ટેમ્બર 2023માં કરાચીમાં હિઝુબલ મુજાહિદ્દીનના નેતાની ગોળી મારીને હત્યા)
- મુફ્તી કૈસર ફારૂક (LeT સ્થાપક સભ્ય, સોહરાબ ગોથ, કરાચી, પાકિસ્તાનમાં 30 સપ્ટેમ્બરના રોજ ગોળી મારીને હત્યા)