શોધખોળ કરો
Advertisement
US ચૂંટણીમાં હારથી રઘવાયા બનેલા ટ્રમ્પ કોરોના રસીની જાહેરાતને લઈ ભડક્યાં, ફાઇઝર પર લગાવ્યો આ આરોપ
કોવિડ 19થી સૌથી વધારે પ્રભાવિત અમેરિકામાં સંક્રમણના 98 લાખથી વધુ કેસ સામે આવ્યા છે અને 2,37,000થી વધુ લોકોના મોત થયા છે.
વોશિંગ્ટનઃ અમેરિકામાં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બાઇડેને ટ્રમ્પને હાર આપી છે. જે બાદ ટ્રમ્પ ગુસ્સામાં હોય તેમ લાગે છે. ડોનાલ્ડ ટ્રમ્પે હવે એફડીએ અને ફાર્મા કંપની ફાઇઝર પર ચૂંટણી પહેલા કોરોના રસીના જાહેરાતને રોકવાનો આરોપ લગાવ્યો છે.
દવા કંપની ફાઈઝરે દાવો કર્યો છે કે COVID 19 વેક્સીન 90 ટકા અસરકારક છે. એક સ્વતંત્ર ડેટા સમિતિ દ્વારા કરવામાં આવેલા વિશ્વેલેષણ મુજબ, ફાઈઝર અને જર્મન બાયોટેક્નોલોજી ફર્મ BioNTech દ્વારા વિકસિત કોરોના વાયરસ વેક્સીન 90 ટકાથી વધારે અસરકારક હતી. ફાઈઝરના સીઈઓ અલ્બર્ટ બોરલાએ કહ્યું કે ત્રીજા તબક્કાના પરીક્ષણથી કોવિડ-19ને રોકવા માટે અમારી રસીની ક્ષમતાની ખબર પડી છે.
ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં કોવિડ 19 વૈશ્વિક મહામારીના કેસ પાંચ કરોડને પાર જતા રહ્યા છે. કોવિડ 19ના કેસ પર નજર રાખનારા અમેરિકી વિશ્વવિદ્યાલય જોન હૉપકિન્સના અનુસાર રવિવારે વિશ્વમાં કોરોના વાયરસના કેસ વધીને 5.2 કરોડને પાર જતા રહ્યા. વિશ્વભરમાં વાયરસના 12 લાખથી વધુ લોકોના મોત પણ થયા છે.
જોન હૉપકિન્સ વિશ્વવિદ્યાલયના આંકડા અનુસાર કોવિડ 19થી સૌથી વધારે પ્રભાવિત અમેરિકામાં સંક્રમણના 98 લાખથી વધુ કેસ સામે આવ્યા છે અને 2,37,000થી વધુ લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement