શોધખોળ કરો

Agalega : વિદેશના ટાપુ પર ભારતીય સૈન્યએ પાર પાડ્યું 'ગુપ્ત ઓપરેશન'? દુનિયાભરમાં હોબાળો

તાજેતરમાં સામે આવેલી સેટેલાઇટ ઈમેજમાં એગેગા આઇલેન્ડ પર બનેલ એરસ્ટ્રીપની નજીક હેંગરે દેખા દીધી છે.

Agalega Island Airport : હિંદ મહાસાગરમાં સ્થિત મોરેશિયસનો એક ટાપુ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. અગલેગા નામના આ ટાપુનું નામ ભારત સાથે જોડાયું છે. હવે અચાનક જ આ ટાપુ દુનિયાની નજરે ચડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ટાપુ પર બનેલી એરટ્રીપ નજીક એક હેંગર નજરે પડ્યું છે. ખાસ વાત એ છે કે, આ હેંગર સિવિલિયન નહીં પણ મિલિટરી ટાઈપ જેવું લાગે છે. ઘણા સૈન્ય નિષ્ણાતોનો દાવો છે કે, ભારતે આ ટાપુ પર સૈન્ય મથક બનાવ્યું છે. 

જો કે, આ દાવાઓને ભારતીય પક્ષ દ્વારા ન તો સ્વીકારવામાં આવ્યા છે કે ન તો નકારી કાઢવામાં આવ્યા છે. તાજેતરમાં સામે આવેલી સેટેલાઇટ ઈમેજમાં એગેગા આઇલેન્ડ પર બનેલ એરસ્ટ્રીપની નજીક હેંગરે દેખા દીધી છે. આ હેંગર સિવિલિયન નહીં પણ મિલિટરી પ્રકારનું હોવાનું કહેવાઈ રહ્યું છે. એટલું જ નહીં અહીં રનવે, ટેક્સી વે અને એપ્રોન ચિહ્નો પણ સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યા છે. આ સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ એર સ્ટ્રીપ હવે ઉપયોગ માટે પણ સંપૂર્ણપણે તૈયાર છે.

હેંગર સિવાય પણ અનેક બાંધકામો નજરે પડ્યા

ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ @detresfa_ દ્વારા શેર કરાયેલ સેટેલાઇટ ફોટોમાં એગેગા આઇલેન્ડ પર એરસ્ટ્રીપની આસપાસ નવું બાંધકામ નજરે પડી રહ્યું છે. આગામી એરસ્ટ્રીપ પર હેંગર્સ, રનવે, ટેક્સીવે અને એપ્રોન ચિહ્નો દેખાય છે. આ એરસ્ટ્રીપનો ઉપયોગ નાના એરોપ્લેન, સર્વેલન્સ ડ્રોન, મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ ઓપરેટ કરવા માટે થઈ શકે છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાની લોવી સંસ્થાએ દાવો કર્યો હતો કે, ભારતે એગેગા ટાપુ પર એરસ્ટ્રીપ બનાવી છે. થોડા દિવસો બાદ અરબી મીડિયા અલ જઝીરાએ પણ આવો જ દાવો કર્યો હતો.

Agalega : વિદેશના ટાપુ પર ભારતીય સૈન્યએ પાર પાડ્યું 'ગુપ્ત ઓપરેશન'? દુનિયાભરમાં હોબાળો

ક્યાં આવેલો છે અગલેગા ટાપુ? 

અગલેગા આઇલેન્ડ મોરેશિયસના મુખ્ય ટાપુથી લગભગ 1100 કિમી દૂર સ્થિત છે. તે બે ટાપુઓનો સમૂહ છે. તેનો ઉત્તરીય ટાપુ વિંગટ સિંક 12.5 કિમી લાંબો અને 1.5 કિમી પહોળો છે. જ્યારે દક્ષિણી ટાપુ 7 કિમી લાંબો અને 4.5 કિમી પહોળો છે. અગલેગા ખાતે બનેલ એરસ્ટ્રીપ નોર્થ આઇલેન્ડ પર સ્થિત છે. Vingt Cinq નામનો આ ટાપુ લગભગ 6400 એકરમાં ફેલાયેલો છે. એગેગા ટાપુ પર લગભગ 300 લોકો રહે છે. તેમનો મુખ્ય વ્યવસાય માછીમારી અને નાળિયેરની ખેતી છે.

અગલેગા ટાપુથી ભારતને શું ફાયદો?

અગલેગા ટાપુ પર ભારતીય નૌકાદળની હાજરી સાથે જ હિંદ મહાસાગરનું એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સ્થાન તેના નિયંત્રણમાં આવી જશે. આ ટાપુ વૈશ્વિક શિપિંગ રૂટની વચ્ચોવચ્ચ આવેલું છે. વિશ્વના કુલ દરિયાઈ વેપારનો 35 ટકા અહીંથી પસાર થાય છે. ભારત આગેગાથી તેના દક્ષિણી દરિયા કિનારા પર સારી રીતે નજર રાખી શકે છે. ચીન હિંદ મહાસાગરમાં પણ ઝડપથી પોતાની હાજરી વધારી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારત અગલેગા ટાપુ દ્વારા હિંદ મહાસાગરમાં ચીનની ગતિવિધિઓ પર નજર રાખી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget