શોધખોળ કરો

મસૂદ અઝહરનો દાવોઃ બાલાકોટ હુમલામાં નથી થયું કોઈ નુકસાન, બધા આતંકી સુરક્ષિત

નવી દિલ્હીઃ જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરે બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ જૈશના અખબાર અલ કલામમાં એક કોલમ લખી છે. આ કોલમમાં તેણે દાવો કર્યો છે કે, 26 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુ સેનાના હવાઈ હુમલામાં કોઈપણ નુકસાન થયું નથી. તેની સાથે જ તેણે કહ્યું કે, તેના તમામ આતંકી સુરક્ષિત છે. તે શારીરિક રીતે સંપૂર્ણ ફીટ છે અને તેને સાબિત કરવા માટે તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેની સાથે મુલાકાત કરવાનો પડકાર ફેંક્યો છે. હિન્દુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત થયેલ અહેવાલમાં આ જાણકારી સામે આવી છે. મસૂદ અઝહરે પોતાની કોલમમાં લખ્યું છે કે જૈશને બાલાકોટમાં થયેલા નુકસાન અને તેના સ્વાસ્થ્યને લઈને અનેક પ્રકારના ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. તેણે કોલમમાં લખ્યું કે, પણ એવું નથી, પણ તમામ લોકો જીવતા છે અને સુરક્ષિત છે. મસૂદ અઝહરે પોતાની કોલમને સાદી નામથી લખી છે. અઝહરે પોતાની કોલમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો છે કે, તે તેની સાથે શૂટિંગ કે તિરંદાજીનો મુકાબલો કરીને એ જોઈ શકે છે કે તે કેટલો ફિટ છે. હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ કે અઝહર જ અલ કલામમાં પ્રકાશિત કોલમના લેખક છે પરંતુ સાદી અઝહર જાણીતું નીક નેમ છે. મસૂદ અઝહરનો દાવોઃ બાલાકોટ હુમલામાં નથી થયું કોઈ નુકસાન, બધા આતંકી સુરક્ષિત આ કોલમમાં અઝહરે પોતાની અને પોતાના સંગઠનની તુલના તે સમય સાથે કરી છે જે મુસલમાનો માટે પેગંબર મોહમ્મદના સમયમાં હતી. અઝહરે કહ્યું છે કે આદિલ અહમદ ડાર જેવા કાશ્મીરીઓએ જે આગ લગાવી છે તે કોઈ રીતે નહીં બુઝાય. આદિલ અહમદ ડાર જ જૈશનો એ આત્મઘાતી હુમલાખોર હતો જેણે પુલવામા આતંકી હુમલાને અંજામ આપ્યો હતો. અઝહરે જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓને આઝાદીનું આંદોલન ગણાવ્યું. તેણે દાવો કર્યો કે જેમ-જેમ સમય પસાર થશે આઝાદીની લડત સમગ્ર રાજ્યમાં ફેલાશે કારણ કે આવા જ રીતે આવા આંદોલન આગળ વધે છે. પોતાના સ્વાસ્થ્ય વિશે અઝહરે લખ્યું કે, સંપૂર્ણપણે ફીટ છું. મારી કિડની અને લિવર પણ સરસ રીતે કામ કરે છે. અઝહરના દાવા મુજબ તે 17 વર્ષથી એક વાર પણ હોસ્પિટલ નથી ગયો અને ન તો વર્ષોથી ડોક્ટરની પાસે ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Embed widget