શોધખોળ કરો
Advertisement
પીએમ મોદી સાથે વાત કર્યા બાદ ટ્રમ્પે ઇમરાન ખાનને ફોન કરીને શું આપી ચેતાવણી, જાણો વિગતે
ટ્રમ્પે ઇમરાન ખાનને ચેતાવણી આપતા કહ્યુ કે, ભારત સામે ગમે તેમ નિવેદનો આપવા નહીં
વૉશિંગટનઃ મોદી સરકારે ભારતમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી છે, આ મુદ્દે પાડોશી પાકિસ્તાન ગભરાઇ ગયુ છે અને હંમેશા યુદ્ધની ધમકી આપીને ભારતને ઉકસાવી રહ્યું છે. હવે આ મુદો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો છે કેમકે બન્ને દેશો ભારત અને પાકિસ્તાન પરમાણુ હથિયારધારી છે, જો યુદ્ધ થાય તો કોને કેટલુ નુકશાન થશે?
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનોને કાશ્મીર મામલે તનાવ ઓછો કરવા અપીલ કરી છે, ટ્રમ્પે ટ્વીટ કરીને કાશ્મીરની સ્થિતિને ‘ગંભીર’ ગણાવી છે. ટ્રમ્પે કાલે પીએમ મોદી સાથે વાત કર્યા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે પણ વાત કરી હતી, અને તેમને ભારત વિરુદ્ધ સંભાળીને નિવેદનો આપવાનું કહ્યું હતું, એટલે ટ્રમ્પે ઇમરાન ખાનને ચેતાવણી આપતા કહ્યુ કે, ભારત સામે ગમે તેમ નિવેદનો આપવા નહીં.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યુ કે, ‘‘આપણા બે સારા મિત્રો, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે વ્યાપાર, રણનીતિક ભાગીદારી અને સૌથી મહત્વપૂર્ણ ભારત અને પાકિસ્તાનના કાશ્મીરમાં તનાવ ઓછો કરવાને લઇને વાત કરી.’’ તેમને લખ્યું કે, ‘‘ગંભીર સ્થિતિ, પણ સારી વાતચીત’’
ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડાક દિવસોથી પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન અને પાકિસ્તાની સમર્થકો કાશ્મીરને લઇને ઉટપટાંગ નિવેદનો આપી રહ્યાં છે, ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 ખતમ કરીને વિકાસ કરવાનું કામ ઝડપી બનાવ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement