American Visa For India: 2023માં 10 લાખ ભારતીયોને અમેરિકાએ આપ્યા વીઝા, 2019ની સરખામણીમાં 20 ટકા વધુ
American Visa For India: અમેરિકાના મિશન ટુ ઈન્ડિયા વિઝા હેઠળ નોન-ઈમિગ્રન્ટ વિઝાનો 10 લાખનો આંકડો વટાવી દીધો છે
Visa to America: અમેરિકાના મિશન ટુ ઈન્ડિયા વિઝા હેઠળ નોન-ઈમિગ્રન્ટ વિઝાનો 10 લાખનો આંકડો વટાવી દીધો છે. ભારતમાં અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટીએ આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પોતે 10 લાખ નંબરનો વિઝા એક કપલને આપ્યો હતો. જેમનો પુત્ર એમઆઈટીમાં ગ્રેજ્યુએશન અભ્યાસ માટે અમેરિકા જઈ રહ્યો હતો.
People to people ties between our countries are stronger than ever. We're celebrating a historic year for the U.S.-India partnership, as we proudly reach the 1 million visa milestone! To every single one of those million applicants, a heartfelt thank you for being a part of the… https://t.co/BHAUbYZReJ
— U.S. Ambassador Eric Garcetti (@USAmbIndia) September 28, 2023
એનડીટીવી અનુસાર, લેડી હાર્ડિંગ કોલેજમાં વરિષ્ઠ સલાહકાર તરીકે કામ કરતા ડૉ. રંજુ સિંહ અમેરિકન વિઝા મળ્યા બાદ ખૂબ જ ખુશ હતા, અમેરિકન એમ્બેસી દ્વારા તેમને વિઝા મોકલવામાં આવ્યા હતા. તેઓ મે 2024માં પતિ સાથે અમેરિકા જશે. ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગાર્સેટીએ કપલને 'મિસ્ટર એન્ડ મિસિસ વન મિલિયન' નામ આપ્યું હતું.
ભારત-અમેરિકાના સંબંધો અભૂતપૂર્વ છે.
એરિકે કહ્યું હતું કે "હું આજે આનાથી વધુ ખુશ ન હોઈ શકું, હું ભારત, ભારતીયો અને અમેરિકા માટે ખુશ છું. ભારતના વડાપ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે ચાલો આપણે વિઝા અને વિદેશ મંત્રાલયના કામને ઝડપી બનાવીએ.
તેમણે વધુમાં કહ્યું કે, "અમે અમારી વિઝા સિસ્ટમમાં પરિવર્તન કર્યું છે. અમારી સખત મહેનતને કારણે આ વર્ષે 10 લાખ વિઝા આપવામાં આવ્યા છે. એરિકના કહેવા પ્રમાણે ભારત સાથે અમારી ભાગીદારી અમેરિકા માટે સૌથી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાંની એક છે,વિશ્વમાં મહત્વપૂર્ણ છે. એક મહત્વપૂર્ણ સંબંધ એ છે કે ભારત સાથેના આપણા સંબંધો તાજેતરના સમયમાં અભૂતપૂર્વ રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, "અમે આવનારા દિવસોમાં ઘણા ભારતીયોને વિઝા આપીશું જેથી કરીને તેઓ અમેરિકાની મુલાકાત લઈ શકે અને ભારત-અમેરિકાની મિત્રતાની ઊંડાઈ જોઈ શકે. આ મિશનમાં નવા વિઝા આપવા માટે ઘણી વ્યૂહરચના પર વિચાર કરવામાં આવશે જેથી ઇન્ટરવ્યુમાં મુક્તિ મળી શકે."