શોધખોળ કરો
Advertisement
ભારતીયો માટે ખરાબ સમાચાર, અમેરિકામાં બેકારી વધતાં ટ્રમ્પ લઈ શકે છે આ મોટો નિર્ણય, ભારતીયોને શું થશે અસર ?
અમેરિકામાં H-1B પ્રોગ્રામ માટે સૌથી વધારે ભારતીય ટેક પ્રોફેશનલ્સ અરજી કરે છે.
વોશિંગ્ટનઃ અમેરિકામાં કોવીડ-19 મહામારીને કારણે વધતી બેરોજગારીની વચ્ચે અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોકરી માટે આપવામાં આવતા અનેક વીઝા પ્રોગ્રામ્સ પર પ્રતિબંધ લગાવવાનું વિચાર કરી રહ્યા છે, તેમાં ભારતીય આઇટી પ્રોફેશન્લસ તરફથી સૌથી વધારે અરજી કરવામાં આવતા H-1B વીઝા પણ સામેલ છે. Wall Street Journalએ નામ ન આપવાની શરતે ટ્રમ્પ પ્રશાસસના કેટલાક અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે, વીઝા પ્રોગ્રામ પર પ્રતિબંધ લગાવવાનો આ પ્રસ્તાવ 1 ઓક્ટોબરથી શરૂ થનાર સરકારના નવા નાણાંકીય વર્ષતી લાગુ કરવામાં આવી શકે છે. આ દરમિયાન જ નવા વીઝા બહાર પાડવામાં આવતા હોય છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ નવા નિર્ણયથી દેશમાં બહારથી આવનાર નવા H-1B વીઝાધારકો પર પ્રતિબંધ લગાવવામાં આવશે. જોકે, હાલમાં આ પ્રોગ્રામ અંતર્ગત પહેલાથી જ અમેરિકામાં નોકરી કરનારાઓને પર કોઈ અસર થવાની શક્યતા નથી. જોકે વ્હાઇટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે, આ મામલે હાલમાં અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને હાલમાં પ્રશાસન અનેક મુદ્દાઓ પર વિચાર કરી રહ્યું છે.
અમેરિકામાં H-1B પ્રોગ્રામ માટે સૌથી વધારે ભારતીય ટેક પ્રોફેશનલ્સ અરજી કરે છે. ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી અમેરિકામાં નોકરીની આશા રાખનારા હજારો ભારતીયોને નિરાશા હાથ લાગે એવું છે. પહેલાથી જ ઘણી મોટી સંખ્યામાં અમેરિકામાં આ પ્રોગ્રામ અંતર્ગત કામ કરનારા ભારતીયોની નોકરી કોરોનાવાયરસ મહામારીને કારણે છૂટી ગઈ છે.
આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, H-1B વીઝા ઉપરાંત સીઝન વર્ક પ્રમાણે નાના ગાળા માટે આપવામાં આવતા H-2B વીઝા, કેમ્પ કાઉન્સલર્સ જેવા કામગારો માટે જનારા J-1 અને કંપનીમાં ઇન્ટરનલ ટ્રાન્સફર માટે આપવામાં આવનાર L-1 વીઝા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement