શોધખોળ કરો
Advertisement
અમેરિકાની એર સ્ટ્રાઈકમાં ઈરાકના કાસિમ સુલેમાનીના ઉડી ગયા ચીંથરે ચીંથરા, જાણો કેવી રીતે ખબર પડી
અમેરિકાના હુમલામાં જનરલ કાસિમ સુલેમાની સહિત આઠ લોકો માર્યા ગયા હતાં. મિસાઈલ હુમલા બાદ સુલેમાનીના શરીરના ચીંથરે ચીંથરા ઉડી ગયા હતા
બગદાદ: શુક્રવારે રાત્રે અમેરિકાએ ઈરાકના એરપોર્ટ પર હુમલો કરીને ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ગુરૂવારે મોડી રાત્રે અમેરિકાએ ઈરાકની રાજધાની બગદાદ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં કાસિમ સુલેમાનીનું મોત થયું હતું.
શુક્રવારે અમેરિકાના રક્ષા મંત્રાલયે સવારે કહ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશમાં અમેરિકાન કર્મચારીઓની સુરક્ષા માટે સ્પષ્ટ રક્ષાત્મક કાર્યવાહી કરતા ઈરાનના ક્રાંતિકારી ગાર્ડ્સ કમાન્ડર કાસિમ સુલેમાનીને મારવાનો આદેશ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં એવી પણ માહિતી મળી હતી કે, મિસાઇલ હુમલામાં સુલેમાનીના શરીરના ચીંથરે ચીંથરા ઉડી ગયાં હતાં. જેની તસવીરો પણ સામે આવી હતી.
અમેરિકાના હુમલામાં જનરલ કાસિમ સુલેમાની સહિત આઠ લોકો માર્યા ગયા હતાં. મિસાઈલ હુમલા બાદ સુલેમાનીના શરીરના ચીંથરે ચીંથરા ઉડી ગયા હતા. આ કારણે મૃતદેહને ઓળખવા માટે મુશ્કેલી થઈ હતી. અમેરિકન પત્રકાર સ્ટેવિન નાબિલે અમુક ટ્વિટ્સ કર્યાં છે જેમાં સુલેમાનીનો એક હાથ દેખાયો હતો. જેમાં તેની વીંટીની ઓળખ કરવામાં આવી છે. આ ઉપરાંત બીજી તરવીરો પણ પોસ્ટ કરી છે, જેના પરથી કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ લગાવી શકાય છે. આ તસવીરોમાં ઈરાનની કરન્સી અને બળી ગયેલી નોટો પણ મળી છે.
રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જનરલ સુલેમાની અમેરિકન રાજદૂતો અને સૈન્ય કર્મચારીઓ પર હુમલો કરવાનો પ્લાન ઘડી રહ્યો હતો. જનરલ સુલેમાની અને તેની સૈન્ય સેંકડો અમેરિકનો અને સભ્યોનાં મોત તેમજ હજારોને ઘાયલ કરવા માટે જવાબદાર છે.Is it the same ring or similar? Asking for expert opinion #Iraq , this is Qassim Sulaimani the Iranian leader of Quds force #Baghdad pic.twitter.com/Xe4viCWKXY
— Steven nabil (@thestevennabil) January 3, 2020
સુલેમાનીનાં મોત બાદ ટ્રમ્પે કોઈ વધારે વિગત આપ્યા વગર પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર અમેરિકાનો રાષ્ટ્રધ્વજ મૂક્યો હતો. જ્યારે ઈરાનની સુલેમાનીની ફોર્સે સરકારી ટીવી પર એક નિવેદન આપતા કદ્સ યૂનિટ કમાન્ડર કાસિમ સુલેમાનીની મોતની પુષ્ટિ કરી હતી. આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, અમેરિકાની હુમલામાં તેનું મોત થયું છે.Breaking: What was left in one of the vehicles which were hit , convoy carrying Qasim Sulaimani and Abu Mahdi Al Muhandis #Iraq #Baghdad pic.twitter.com/K89LF7A0lz
— Steven nabil (@thestevennabil) January 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
સમાચાર
ગુજરાત
Advertisement