શોધખોળ કરો
Advertisement
હ્યુસ્ટન પહોંચ્યા બલૂચ અને સિંધી, કહ્યું- પાકિસ્તાનથી જોઇએ છે આઝાદી, મોદી કરે મદદ
બલૂચ અમેરિકન, સિંધી અમેરિકન અને પશ્તો અમેરિકન સમુદાયના લોકો શનિવારે જ હ્યુસ્ટન પહોંચ્યા હતા.
હ્યુસ્ટનઃ અમેરિકાના હ્યુસ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે. તે અગાઉ મોટી સંખ્યામાં સિંધી, બલૂચ અને પશ્તો સમુદાયના લોકો ત્યાં પહોંચ્યા છે. આ લોકો પાકિસ્તાન વિરુદ્ધ એનઆરજી સ્ટેડિયમ બહાર પ્રદર્શન કરશે. બલૂચ અમેરિકન, સિંધી અમેરિકન અને પશ્તો અમેરિકન સમુદાયના લોકો શનિવારે જ હ્યુસ્ટન પહોંચ્યા હતા.
સિંધી એક્ટિવિસ્ટ જફરે કહ્યું કે, સિંધી સમુદાયના લોકોએ એક સંદેશ લઇને હ્યુસ્ટન આવ્યા છે. જ્યારે નરેન્દ્ર મોદી અહીંથી પસાર થશે તો અમે તેમને સંદેશ આપીશું કે અમે આઝાદી ઇચ્છીએ છીએ. અમને આશા છે કે મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમારી મદદ કરશે. આ સંગઠનોના લોકોએ કહ્યું કે, પાકિસ્તાનની સરકાર અમારા માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે.
બલૂચ નેશનલ મૂવમેન્ટ સાથે જોડાયેલા નેતા નબી બક્શ બલોચે કહ્યુ કે, અમે પાકિસ્તાનથી આઝાદી ઇચ્છીએ છીએ. ભારત અને અમેરિકાએ અમને આઝાદી મેળવવામાં એ રીતે મદદ કરવી જોઇએ જે રીતે ભારતે બાંગ્લાદેશને 1971માં કરી હતી. નબી નક્શે કહ્યું કે, અમે અહી વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે અમારા સંઘર્ષમાં મદદ માંગવા આવ્યા છીએ. પાકિસ્તાની સૈન્ય બલૂચો પર અત્યાચાર કરી રહી છે. શનિવારે 100થી વધુ અમેરિકન સિંધી હ્યુસ્ટન પહોંચ્યા છે. તેમને આશા છે કે તેમનું પ્રદર્શન અને બેનર-પોસ્ટર મોદી અને ટ્રમ્પનું ધ્યાન પોતાની તરફ ખેંચીશું. જફરે કહ્યું કે, જે રીતે ભારતે 1971માં બાંગ્લાદેશની આઝાદીનું સમર્થન કર્યુ હતું તે રીતે અમારી આઝાદીની લડાઇને સમર્થન કરવું જોઇએ.You've suffered a lot, together we've to build new Kashmir: PM Modi tells Kashmiri Pandits in Houston
Read @ANI Story| https://t.co/isUxnbjGc5 pic.twitter.com/1jGPvpjBPh — ANI Digital (@ani_digital) September 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement