Bangladesh Crisis: બાંગ્લાદેશની નવી સરકારમાં એકમાત્ર હિન્દુ નેતા, શું મળી જવાબદારી, જાણો
Bangladesh Government Crisis: બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર પડી ગયા બાદ સૌથી વધુ ચર્ચા એ છે કે, હવે સત્તા કોણ સંભાળશે ? હવે દેશમાં સેના વચગાળાની સરકાર ચલાવશે
Bangladesh Government Crisis: બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર પડી ગયા બાદ સૌથી વધુ ચર્ચા એ છે કે, હવે સત્તા કોણ સંભાળશે ? હવે દેશમાં સેના વચગાળાની સરકાર ચલાવશે. આ માટે આર્મી ચીફ જનરલ વકાર ઉઝ જમાને 10 સભ્યોની વચગાળાની સરકાર બનાવી છે, પરંતુ આમાં એકમાત્ર હિન્દુ નેતાને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ સરકારમાં એક હિન્દુ નેતા પણ રહેશે.
જાણો કોણ છે હિન્દુ નેતા -
ડૉ. દેવપ્રિયા ભટ્ટાચાર્ય જાણીતા અર્થશાસ્ત્રી છે અને હિન્દુ છે. દેબપ્રિયા શેખ હસીનાની સરકારમાં આર્થિક નીતિઓના સલાહકાર પણ રહી ચૂક્યા છે. તેની માતા પણ બાંગ્લાદેશની સાંસદ રહી ચૂકી છે. પિતા દેવેશ ભટ્ટાચાર્ય જાણીતા વકીલ હતા. તેઓ સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે કામ કરતા હતા. ભટ્ટાચાર્યએ સેન્ટ ગ્રેગરી હાઈસ્કૂલ અને ઢાકા કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. આ પછી તેણે મૉસ્કોથી અર્થશાસ્ત્રમાં એમએસસી અને પીએચડી કર્યું. 2007માં, ભટ્ટાચાર્યને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન અને જિનીવા ખાતે સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયમાં બાંગ્લાદેશના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ બાંગ્લાદેશના કાયમી પ્રતિનિધિ પણ રહી ચૂક્યા છે. જોકે બાદમાં તેણે આ પદ છોડી દીધું હતું.
હવે સરકારમાં મળ્યુ સ્થાન -
હવે સેનાએ તેમને સરકારમાં સામેલ કર્યા છે. આમ કરીને સેનાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દેશમાં ધાર્મિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવી જોઈએ. બાંગ્લાદેશ આર્મીમાં મોટી સંખ્યામાં હિન્દુઓ છે. ત્યાં ઘણા હિન્દુઓ પણ રહે છે, હવે ભટ્ટાચાર્યને સરકારમાં લાવીને હિંદુઓને પણ સંદેશો આપવામાં આવી રહ્યો છે. દેવપ્રિયા આર્થિક મુદ્દાઓ પર ટીકાકાર પણ છે. તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં ભાગ લીધો છે. તે બાંગ્લાદેશી ટીવી શોમાં ડિબેટમાં પણ ભાગ લે છે. તેમણે બાંગ્લાદેશને લગતા ઘણા પુસ્તકો પણ લખ્યા છે. તેમણે બેંકિંગ ક્ષેત્રના સુધારામાં ઘણું કામ કર્યું. ભટ્ટાચાર્યએ વિશ્વ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક, UNDP, UNEP સહિત ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ માટે કામ કર્યું. અમેરિકા, જાપાન, બ્રિટન, નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને સ્વીડનની દ્વિપક્ષીય એજન્સીઓએ પણ સહયોગ આપ્યો હતો.
આર્થિક બાબતો માટે મળી છે મહત્વની જવાબદારી
બાંગ્લાદેશની નવી સરકારમાં તેમને આર્થિક બાબતોની જવાબદારી મળી શકે છે. તે સરકારની નીતિઓ બનાવશે અને નિર્ણયો લેશે. હાલમાં બાંગ્લાદેશની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે.