શોધખોળ કરો

Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ

દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો.

દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસને ફોન કરીને આ અંગે જાણ કરવામાં આવી છે. માહિતી મળ્યા બાદ પોલીસ ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે. સૌથી પહેલા તો પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ બ્લાસ્ટ કયા પ્રકારનો છે.

દિલ્હી પોલીસને માહિતી મળી હતી કે દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. માહિતી મળતા જ દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બ્લાસ્ટની સાથે પોલીસ કોલ કરનાર વ્યક્તિની ઓળખની પણ તપાસ કરી રહી છે.

દરમિયાન, પોલીસે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. પોલીસે કહ્યું છે કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને વધુ માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. 

દિલ્હી પોલીસને સવારે લગભગ 11.48 વાગ્યે વિસ્ફોટ અંગેનો ફોન આવ્યો હતો જેના પછી તરત જ મોટી સંખ્યામાં પોલીસ દળોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર એન્જિન પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.

વિસ્ફોટ થયા બાદ સ્થાનિક લોકોએ પોલીસ કંટ્રોલ રૂમને આની જાણ કરી હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે પ્રશાંત વિહારમાં બંસી સ્વીટ્સ પાસે બ્લાસ્ટ થયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મામલાની તપાસ ચાલી રહી છે. બ્લાસ્ટ ક્યા સ્થળે થયો અને તે કયા પ્રકારનો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી.

દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ બ્લાસ્ટ સીઆરપીએફ સ્કૂલની દિવાલ પર થયેલા બ્લાસ્ટ જેવો જ છે. પરંતુ આ ઓછી તીવ્રતાનો વિસ્ફોટ હતો. એક વ્યક્તિને થોડી ઈજા થઈ છે.

એક મહિના પહેલા પણ આ જ વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો

આને લગતો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે, જ્યારે પોલીસ તેમને વિસ્તારમાંથી હટાવવામાં વ્યસ્ત છે. 40 દિવસમાં બ્લાસ્ટની આ બીજી ઘટના છે. આ પહેલા ઓક્ટોબરમાં ઉત્તર-પશ્ચિમ દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં CRPF સ્કૂલ પાસે વિસ્ફોટ થયો હતો. કેસની તપાસની જવાબદારી બાદમાં NIAને સોંપવામાં આવી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી પરંતુ મામલાની તપાસ ચાલી રહી છે.

જમ્મુમાં આતંકીઓની ખેર નહીં... ગૃહમંત્રાલયે આતંકીઓનો ખાત્મો બોલાવવા NSG કમાન્ડોનું હબ બનાવવા આપી મંજૂરી

ટોપ સ્ટોરી

RAC સિસ્ટમ બંધ કરવાની તૈયારીમાં રેલવે, હવે એક બર્થ પર બે મુસાફરો નહીં બેસે!
RAC સિસ્ટમ બંધ કરવાની તૈયારીમાં રેલવે, હવે એક બર્થ પર બે મુસાફરો નહીં બેસે!
Assam Accident: આસામના કાઝીરંગામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 23 લોકોના મોત
Assam Accident: આસામના કાઝીરંગામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 23 લોકોના મોત
Ayushman Bharat Yojana: આયુષ્યમાન કાર્ડધારકોને ઝટકો! ખાનગી હોસ્પિટલોમાં 112 બીમારીઓની સારવાર નહીં થાય
Ayushman Bharat Yojana: આયુષ્યમાન કાર્ડધારકોને ઝટકો! ખાનગી હોસ્પિટલોમાં 112 બીમારીઓની સારવાર નહીં થાય
છઠ્ઠ પૂજાને લઈને ફ્લાઈટના ભાડામાં વધારો, અમદાવાદ-પટના ફ્લાઈટનું ભાડું 44 હજારને પાર
છઠ્ઠ પૂજાને લઈને ફ્લાઈટના ભાડામાં વધારો, અમદાવાદ-પટના ફ્લાઈટનું ભાડું 44 હજારને પાર

વિડિઓઝ

Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
DyCM Harsh Sanghavi: વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનારાઓ સામે હર્ષ સંઘવીનું આકરું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Accident: આસામના કાઝીરંગામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 23 લોકોના મોત
Assam Accident: આસામના કાઝીરંગામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 23 લોકોના મોત
પેટીએમના ગ્રાહકો માટે ખુશખબર! RBIએ ડિજિટલ વૉલેટ સેવા શરૂ કરવા આપી પ્રારંભિક મંજૂરી
પેટીએમના ગ્રાહકો માટે ખુશખબર! RBIએ ડિજિટલ વૉલેટ સેવા શરૂ કરવા આપી પ્રારંભિક મંજૂરી
RAC સિસ્ટમ બંધ કરવાની તૈયારીમાં રેલવે, હવે એક બર્થ પર બે મુસાફરો નહીં બેસે!
RAC સિસ્ટમ બંધ કરવાની તૈયારીમાં રેલવે, હવે એક બર્થ પર બે મુસાફરો નહીં બેસે!
Ayushman Bharat Yojana: આયુષ્યમાન કાર્ડધારકોને ઝટકો! ખાનગી હોસ્પિટલોમાં 112 બીમારીઓની સારવાર નહીં થાય
Ayushman Bharat Yojana: આયુષ્યમાન કાર્ડધારકોને ઝટકો! ખાનગી હોસ્પિટલોમાં 112 બીમારીઓની સારવાર નહીં થાય
ધર્મજમાં વડીલો માટે અનોખી સેવા, દરરોજ ઘરઆંગણે પહોંચાડાય છે ગરમાગરમ ભોજન
ધર્મજમાં વડીલો માટે અનોખી સેવા, દરરોજ ઘરઆંગણે પહોંચાડાય છે ગરમાગરમ ભોજન
પેન્શનધારકો ધ્યાન આપો! 30 નવેમ્બર છેલ્લી તારીખ, UMANG એપથી ઘરે બેઠા બનાવો લાઈફ સર્ટિફિકેટ
પેન્શનધારકો ધ્યાન આપો! 30 નવેમ્બર છેલ્લી તારીખ, UMANG એપથી ઘરે બેઠા બનાવો લાઈફ સર્ટિફિકેટ
Fraud News: હરિદ્વાર યાત્રાના નામે સિનિયર સિટીઝનો સાથે છેતરપિંડીના આક્ષેપ, ભાગવત કથાના નામે ઠગાઈનો ખેલ!
Fraud News: હરિદ્વાર યાત્રાના નામે સિનિયર સિટીઝનો સાથે છેતરપિંડીના આક્ષેપ, ભાગવત કથાના નામે ઠગાઈનો ખેલ!
IND vs NZ: વિરાટ-રોહિત બધાયે આપ્યો દગો, ટીમ ઈન્ડિયાને મળી ODIમાં રનથી બીજી સૌથી મોટી હાર
IND vs NZ: વિરાટ-રોહિત બધાયે આપ્યો દગો, ટીમ ઈન્ડિયાને મળી ODIમાં રનથી બીજી સૌથી મોટી હાર
Embed widget