USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
BAPS Swaminarayan Temple:દૂતાવાસે કહ્યું કે તેણે આ ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ અપરાધીઓ સામે તાત્કાલિક કાર્યવાહી માટે અમેરિકાના વહીવટીતંત્ર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે.
BAPS Swaminarayan Temple: અમેરિકાના ન્યૂયોર્કમાં બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS Swaminarayan Temple)ના મંદિરમાં તોડફોડની ઘટના બાદ ભારતીય દૂતાવાસે આ ઘટનાની સખત નિંદા કરી છે. દૂતાવાસે કહ્યું કે તેણે આ ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ અપરાધીઓ સામે તાત્કાલિક કાર્યવાહી માટે અમેરિકાના વહીવટીતંત્ર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. નોંધનીય છે કે થોડા દિવસો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ ઘટના સ્થળની નજીક યોજાવાનો છે.
BAPS Swaminarayan Temple vandalised in New York, Indian Consulate raises issue with US
— ANI Digital (@ani_digital) September 16, 2024
Read @ANI Story | https://t.co/izqllFD5Zt#BAPSTemple #NewYork #US pic.twitter.com/U16P6l2YcR
ભારતીય દૂતાવાસે સોમવારે એક્સ પર પોસ્ટ કરી લખ્યું હતું કે ન્યૂયોર્કના મેલવિલે સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અસ્વીકાર્ય છે. એમ્બેસી સંબંધિત લોકોના સંપર્કમાં છે અને ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.
The vandalism of the BAPS Swaminarayan Temple in Melville, New York, is unacceptable ; The Consulate @IndiainNewYork is in touch with the community and has raised the matter with U.S. law enforcement authorities for prompt action against the perpetrators of this heinous act.…
— India in New York (@IndiainNewYork) September 16, 2024
મેલવિલે લોંગ આઇલેન્ડના સફોક કાઉન્ટીમાં છે અને આ સ્થળ 16,000 બેઠકો ધરાવતા નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમથી આશરે 28 માઇલ દૂર છે. અહી PM મોદી 22મી સપ્ટેમ્બરે એક વિશાળ કાર્યક્રમને સંબોધિત કરશે.
હિંદુ અમેરિકન ફાઉન્ડેશને એક એક્સ-પોસ્ટમાં લખ્યું છે કે હિંદુ સંસ્થાઓને તાજેતરમાં મળેલી ધમકીઓ પછી ન્યાય વિભાગ અને હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે મંદિર પરના હુમલાની તપાસ કરવી જોઈએ. કારણ કે આ સપ્તાહના અંતમાં નજીકના નાસાઉ કાઉન્ટીમાં એક વિશાળ ભારતીય સમુદાયની જાહેર સભાનું આયોજન કરવામાં આવશે.
ભારતીય કોન્સ્યુલેટના સંપર્કમાં ભારતીય સમુદાયના લોકો
આ ઘટનાને લઇને ઇન્ડિયન મિશને એક્સ પર જાણકારી આપી હતી કે ન્યૂયોર્કના મેલવિલેમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અસ્વીકાર્ય છે. ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટ સમુદાયના સંપર્કમાં છે અને આ ઘૃણાસ્પદ કૃત્યના ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા માટે અમેરિકી લૉ એનફોર્સમેન્ટ અધિકારીઓ સાથે મુદ્દો ઉઠાવ્યો છે.
America Reservation System: શું અમેરિકામાં પણ કોઈને મળે છે અનામત? જાણો કયા આધારે મળે છે નોકરી