શોધખોળ કરો

War: બરાક ઓબામાએ નેતન્યાહૂને આપી ધમકી, બોલ્યા- '... આ હરકતોથી થશે નુકસાન ને પછી.....'

છેલ્લા 15 દિવસથી પણ વધુ સમયથી ચાલી રહેલા ઇઝરાયેલ અને હમાસના યુદ્ધના પડઘા સમગ્ર વિશ્વમાં વાગી રહ્યાં છે.

Barrack Obama Reaction on Israel Hamas War: છેલ્લા 15 દિવસથી પણ વધુ સમયથી ચાલી રહેલા ઇઝરાયેલ અને હમાસના યુદ્ધના પડઘા સમગ્ર વિશ્વમાં વાગી રહ્યાં છે. હવે આ બધાની વચ્ચે યુદ્ધ પર અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાનું મોટું રિએક્શન સામે આવ્યુ છે. હમાસ-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામાએ ઇઝરાયેલને ચેતવણી આપી છે અને સંયમ રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, "જો ઇઝરાયેલ યુદ્ધમાં ગાઝાના નાગરિકોના માનવતાવાદી પાસાને અવગણશે તો તેને પરિણામ ભોગવવું પડી શકે છે." ઓબામાએ કહ્યું, "જો ઈઝરાયેલ ગાઝા પર હુમલો કરવાનું ચાલુ રાખશે તો વૈશ્વિક સ્તરે તેનું સમર્થન નબળું પડશે, જેનો ઉપયોગ દુશ્મન દેશો પોતાના પક્ષમાં માહોલ તૈયાર કરવા માટે કરી શકે છે."

ઇઝરાયેલી સેના ગાઝામાં ઘૂસી, ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ નહીં રોકાય તો ત્રીજું વિશ્વયુદ્ધ નક્કી ? 10 પૉઇન્ટમાં સમજો સ્થિતિ

Israel Hamas war: દુનિયા અત્યારે ગંભીર ખતરા સામે ઉભી છે. પેલેસ્ટાઈનના ઉગ્રવાદી લડાઈ સંગઠન હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલમાં ઘૂસીને નિર્દોષ નાગરિકોને મારવાનું શરૂ કર્યું. તે પહેલા લગભગ 5000 રૉકેટ છોડવામાં આવ્યા હતા અને સેંકડો ઇઝરાયલી નાગરિકોને બંધક બનાવીને યુદ્ધની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી છેલ્લા 15 દિવસથી ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર સતત હુમલો કરી રહ્યું છે.

બીજીબાજુ હમાસના સમર્થનમાં લેબનાનના હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠને પણ ઈઝરાયેલ પર રૉકેટ છોડ્યા છે અને હમાસના સમર્થનમાં હુમલાથી આતંકવાદીઓએ પણ ઈઝરાયેલ પર હુમલા શરૂ કરી દીધા છે. જેના કારણે ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ વધી ગઇ છે. 

કટ્ટર વિરોધી મુસ્લિમ દેશો થયા એક 
સાઉદી અરેબિયા અને ઈરાન જેવા કડવા પ્રતિસ્પર્ધી દેશો પણ આ મામલે પોતાની દુશ્મની ભૂલીને પેલેસ્ટાઈનની સાથે ઉભા છે અને ઈઝરાયલને ખરાબ નજર બતાવી રહ્યા છે. બીજીબાજુ અમેરિકા ઈઝરાયેલની સાથે ઊભું રહ્યું છે અને તેની કાર્યવાહીનું સમર્થન કર્યું છે. તેણે તેનો યુદ્ધ કાફલો પણ અરબી સમુદ્રમાં ઉતાર્યો છે. અમેરિકા અને નાટો દેશોમાંથી ઈઝરાયેલને શસ્ત્રોની સપ્લાય થવા લાગ્યા છે.

વિશ્વના બે સૌથી શક્તિશાળી દેશોમાંનો એક અમેરિકા ઇઝરાયલની સાથે ઊભું છે, ત્યારે રશિયા યુદ્ધવિરામની માંગ કરી રહ્યું છે અને પેલેસ્ટાઇન પર હુમલા રોકવાની હિમાયત કરી રહ્યું છે. અમેરિકાએ રશિયાની તુલના હમાસ સાથે કરી છે અને બંનેને પ્રાદેશિક લોકશાહીનો નાશ કરનાર ગણાવ્યા છે. આવી સ્થિતિમાં વિશ્વભરના આ શક્તિશાળી દેશોના ગૃપે ફરી એકવાર ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવનાઓ વધારી દીધી છે.

અમે તમને અહીં 10 પૉઈન્ટ્સમાં જણાવીએ છીએ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ આખી દુનિયા માટે કેમ ચિંતાનું કારણ બની રહ્યું છે.

1. હમાસના હુમલા બાદ છેલ્લા 15 દિવસમાં ઇઝરાયલી સેનાના વળતા હુમલામાં હમાસના હુમલાખોરો સહિત 4137 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે.

2. ઈરાન, ઈરાક, સીરિયા અને સાઉદી અરેબિયા જેવા મોટા મુસ્લિમ દેશો પેલેસ્ટાઈનની સાથે ઉભા છે. ઈઝરાયેલના વળતા હુમલામાં હમાસના 9 ટોચના કમાન્ડર માર્યા ગયા છે. 7 ઓક્ટોબરના હુમલામાં સામેલ નૌકાદળના કમાન્ડરનું પણ એક દિવસ પહેલા શુક્રવારે ઈઝરાયેલની સેનાના હવાઈ હુમલામાં મોત થયું હતું.

3. છેલ્લા 15 દિવસમાં હમાસે ઈઝરાયેલ પર 7 હજાર રૉકેટ છોડ્યા છે જ્યારે ઈઝરાયલે ગાઝા પર 9 હજાર ટન બૉમ્બ ફેંક્યા છે. જેના કારણે 30 ટકા મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે. જેના કારણે મુસ્લિમ દેશોમાં ગુસ્સો વધી રહ્યો છે.

4. યુદ્ધની વચ્ચે યુએસ પ્રમુખ જૉ બાઇડેન હમાસની તુલના રશિયા સાથે કરી છે અને બંનેને પ્રાદેશિક શાંતિ માટે ખતરો ગણાવ્યા છે. આ પછી અમેરિકાએ તેના નાગરિકોને વિશ્વના કોઈપણ દેશમાં મુસાફરી કરતી વખતે સાવચેત રહેવા કહ્યું છે, જે વિશ્વભરની શાંતિ માટે જોખમની નિશાની છે.

5. સાઉદી અરેબિયા હજુ સુધી આ યુદ્ધમાં કૂદી પડ્યું નથી પરંતુ તેના નિવેદનો ચિંતાજનક છે. આરબ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યું છે કે ગાઝા પર ઈઝરાયલી સેનાનો હુમલો તાત્કાલિક બંધ થવો જોઈએ અને પેલેસ્ટાઈનને તે જ હિસ્સો મળવો જોઈએ જેવો 1967માં હતો.

6. મધ્ય પૂર્વના અન્ય એક દેશ લિબિયાએ પણ કહ્યું છે કે જો સરહદ ખોલવામાં આવે છે, તો તે હમાસ હુમલાખોરોની મદદ માટે સેના અને હથિયાર બંને મોકલશે.

7. બીજીબાજુ ઈઝરાયેલ આ હુમલાને રોકવાના મૂડમાં નથી. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી હમાસનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે.

8. ઈઝરાયેલનો રેકોર્ડ છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. હમાસ યુદ્ધમાં બંધક બનેલા તેના 22 નાગરિકોની હત્યા કરવાનો દાવો કરી રહ્યું છે. હમાસનું કહેવું છે કે બંધકો ઈઝરાયેલના ગોળીબારમાં માર્યા ગયા હતા, પરંતુ હમાસના હુમલાખોરો પર તેમની હત્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

9. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ લેબનાન સરહદ પર સીધા જ સૈનિકો મોકલ્યા છે અને ઇઝરાયેલી સંરક્ષણ દળ બે મોરચે યુદ્ધમાં સામેલ છે. એક તરફ ગાઝા પર હુમલા થઈ રહ્યા છે તો બીજીબાજુ લેબનાનના હિઝબુલ્લાહ પર હવાઈ હુમલા થઈ રહ્યા છે.

10.અમેરિકાએ ઇઝરાયેલમાં શસ્ત્રોની અછત ના રહે તે માટે વિશેષ ભંડોળ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઈઝરાયેલ દ્વારા અમેરિકા મોકલવામાં આવેલા બે આયર્ન ડૉમ પણ પાછા લાવવામાં આવી રહ્યા છે જે લાંબા સમયના યુદ્ધની નિશાની છે.

ઉલ્લેખનીય છે કે, હમાસના હુમલાને કારણે ઈઝરાયેલમાં લગભગ 1400 લોકોના મોત થયા છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના રિપોર્ટ અનુસાર ગાઝામાં અત્યાર સુધીમાં 1524 બાળકો અને 1444 મહિલાઓના મોત થયા છે. ગાઝામાં લગભગ 12,845 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. યુદ્ધ ચાલુ રહેવાથી તબાહી વધુ વધશે, જેના કારણે ગુસ્સો પણ વધશે અને ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો પણ વધશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
Advertisement

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Embed widget