શોધખોળ કરો
Advertisement
બિલ ગેટ્સે નવા વર્ષે કોરોનાને લઇને દુનિયાને શું આપી ચેતાવણી, કયો મહિનો બની શકે ખતરનાક, જાણો વિગતે
નવા વર્ષની શરૂઆતને લઈને બિલ ગેટ્સે કહ્યું કે, કોવિડ-19ની મહામારીને લઈને હાલમાં સાવચેત રહેવાની જરૂરત છે.
નવી દિલ્હીઃ નવું વર્ષ આવી ગયું છે પંરતુ કોરોનાનું જોખમ હજુ પણ યથાવત છે. નવા વર્ષમાં રસીની સાથે અનેક આશા પણ જાગી છે અને અંદાજ છે કે ટૂંકમાં જ બધું સામાન્ય થવાનું શરૂ થઈ જશે. બીજી બાજુ માઈક્રોસોફ્ટના સહ સ્થાપક બિલ ગેટ્સે વર્ષ 2021 અને કોરોના સંકટને લઈને અનેક મહત્ત્વની વાત કહી છે. આ પહેલા પણ કોરોનાને લઈને બિલ ગેટ્સે ભવિષ્યવાણી કરી હતી અને હવે ગેટ્સ તરફથી કહેવામાં આવેલ વાતને વધારે મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.
પ્રથમ મહિનો પડકારજનક રહી શકે છે
નવા વર્ષની શરૂઆતને લઈને બિલ ગેટ્સે કહ્યું કે, કોવિડ-19ની મહામારીને લઈને હાલમાં સાવચેત રહેવાની જરૂરત છે. કોવિડ રસીથી સ્થઇતિમાં સુધારો આવવાની સંભાવના છે પરંતુ આ એટલું પણ સરળ નથી. બિલ ગેટ્સે કહ્યું કે, નવા વર્ષનો પ્રથમ મહિનો પડકારજનક સાબિત થઈ શેક છે. જરૂરી છે કે નવા સ્ટ્રેન પર કાબુ મેળલવા માટે ઝડપથી કામ કરવામાં આવે. તેમણે કહ્યું કે, ગરમી સુધીમાં રસીની વૈશ્વિક અસર જોવા મળી શકે છે.
સાવચેતી જરૂરી
તેની સાથે જ ગેટ્સે લોકોને સાવચેત કરતાં કહ્યું કે હજુ પણ આપણા પર જોખમ તોળાઈ રહ્યું છે. સાથે જ તેમણે લોકોનો આભાર માન્યો છે જેમણે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરતાં મહામારીની ગતિને ધીમી પાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. રસી આવવા સુધી માત્ર ને માત્ર આ એક જ રીત હતી જેનાથી લોકોના જીવ બચાવી શકાયા.
2018માં બિલ ગેટ્સે કરી હતી ભવિષ્યવાણી
ઉપરાંત બિલ ગેટ્સે મહામારી ઉપરાંત ક્લાઇમેટ ચેન્જના પડકારને લઈને પણ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે તેના માટે પણ મહત્ત્વના ફેરફારની જરૂત છે. સમય આવી ગયો છે કે કડક પગલા લેવામાં આવે. વર્ષ 2018માં બિલ ગેટ્સે મહામારીને લઈને વિશ્વને ચેતવણી આપી હતી. ગેટ્સે ભવિષ્યવાણી કરી હતી કે આવનારા સમયમાં વિશ્વને મહામારીનો સામનો કરવો પડી શકે છે. માટે હવે ફરી એક વખત ગેટ્સની આ વાત હાલની સ્થિતિમાં મહત્ત્વની ગણાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion