શોધખોળ કરો

Bombing : યુક્રેનવાસીઓ માટે સાક્ષાત મોત છે આ રશિયન બોમ્બ, ચામડીને અડતા જ ખેલ ખલ્લાસ

ગયા વર્ષે ક્રેમલિનના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રશિયાએ ક્યારેય આંતરરાષ્ટ્રીય બાબતોનું ઉલ્લંઘન કર્યું નથી.

Russian Phosphorus Bomb : યુક્રેને રશિયા પર ફોસ્ફરસ બોમ્બથી બખ્મુત શહેર પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. યુક્રેનિયન સૈન્ય દ્વારા જારી કરાયેલા ડ્રોન ફૂટેજમાં બખ્મુત ભડકે બળતુ નજરે પડી રહ્યું છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બખ્મુત પર સફેદ ફોસ્ફરસનો વરસાદ થઈ રહ્યો છે. સફેદ ફોસ્ફરસ શસ્ત્રો પર પ્રતિબંધ નથી, પરંતુ નાગરિક વિસ્તારોમાં તેનો ઉપયોગ યુદ્ધ અપરાધ માનવામાં આવે છે. તે ઝડપથી ફેલાતી આગ પેદા કરે છે જેને ઓલવવી ખૂબ જ મુશ્કેલ હોય છે. રશિયા પર ભૂતકાળમાં પણ તેનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. રશિયા કોઈપણ ભોગે યુક્રેનના બખ્મુત શહેર પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. રશિયન સેના ઉપરાંત તેમાં વેગનર ગ્રુપના લડવૈયાઓ પણ સામેલ છે. બખ્મુતના ઘણા ભાગો પર રશિયાનું નિયંત્રણ પણ સ્થાપિત થઈ ગયું છે.

યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે ટ્વીટ વતી કર્યો દાવો 

યુક્રેનિયન સંરક્ષણ મંત્રાલયે ટ્વીટ કર્યું હતું કે, આ હુમલામાં "આગ લગાડતો દારૂગોળા સાથે બખ્મુતના નિર્જન વિસ્તારોને" નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ક્યારે બન્યું તે સ્પષ્ટ નથી. પરંતુ યુક્રેનથી શેર કરાયેલા ફૂટેજ સર્વેલન્સ ડ્રોન દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યા હોવાનું જણાય છે. તેમાં જ્વાળાઓમાં લપેટાયેલી ઊંચી ઇમારતોને જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા અન્ય વીડિયોમાં જમીન પરની જ્વાળાઓ અને રાત્રિના આકાશમાં સફેદ વાદળો દેખાય છે. રશિયા પર યુદ્ધની શરૂઆતમાં મેરીયુપોલની ઘેરાબંધી દરમિયાન યુક્રેનમાં સફેદ ફોસ્ફરસનો ઉપયોગ કરવાનો પણ આરોપ હતો.

રશિયા પર ભૂતકાળમાં પણ લાગ્યા છે આરોપો 

રશિયાએ ક્યારેય જાહેરમાં ફોસ્ફરસ બોમ્બના ઉપયોગનો સ્વીકાર કર્યો નથી. ગયા વર્ષે ક્રેમલિનના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રશિયાએ ક્યારેય આંતરરાષ્ટ્રીય બાબતોનું ઉલ્લંઘન કર્યું નથી. જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સકીએ કહ્યું હતું કે, રશિયા સફેદ ફોસ્ફરસ સહિત મોટા પાયે પ્રતિબંધિત શસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યું છે.

સફેદ ફોસ્ફરસ શું છે?

સફેદ ફોસ્ફરસ એ મીણ જેવું પદાર્થ છે, જે 800C તાપમાને સળગે છે. ઓક્સિજનના સંપર્કમાં આવતા જ તે આગ પકડે છે અને સફેદ ધુમાડાના સમકતા ગુબ્બારા બને છે. આ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ નામનો ગેસ હોય છે, જે શ્વસન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. સફેદ ફોસ્ફરસ પણ ખૂબ જ પ્રચલિત યુદ્ધ સામગ્રી છે. તેનો ઉપયોગ પાયદળ દ્વારા પોતાને દુશ્મનોની નજરથી છુપાવવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત તેના શેલ ટેન્ક અને અન્ય સશસ્ત્ર વાહનોમાં લગાવવામાં આવે છે, જે યુદ્ધ ક્ષેત્રમાં સફેદ ધુમાડાના વાદળ બનાવી દે છે. જેના કારણે દુશ્મનને કંઈ સ્પષ્ટ દેખાતું નથી. તેનો ઉપયોગ સ્મોક ગ્રેનેડમાં પણ થાય છે.

સફેદ ફોસ્ફરસ કેમ આટળો જોખમી?

તેમનો ઉપયોગ પ્રતિબંધિત નથી, પરંતુ તે કાયદેસર રીતે કોઈપણ વિસ્ફોટકો સાથે ઉપયોગ કરી શકતો નથી. કારણ કે, સફેદ ફોસ્ફરસના સંપર્કમાં આવતા જ તડપી તડપીને મોત નિપજે છે. આ વિસ્ફોટકના ઉપયોગથી લોકો મોતને ભેટે તેના કરતાં વધુ લોકો તો ગંભીર રીતે દાઝી જવાથી ઘાયલ થયા છે. હ્યુમન રાઈટ્સ વોચના મતે સફેદ ફોસ્ફરસના કારણે થતી ઈજા ખૂબ જ ખતરનાક હોય છે. તે અત્યંત ચીકણો હોય છે, જે એકવાર માનવ શરીર પર ચોંટી જાય પછી તેને દૂર કરવો મુશ્કેલ બની જાય છે. જો સફેદ ફોસ્ફરસનો એક ટુકડો પણ શરીર પર રહી જાય અને તે હવાના સંપર્કમાં આવે તો તેમાં આગ લાગી જાય છે.

સફેદ ફોસ્ફરસનો સૌપ્રથમ ઉપયોગ ક્યારે થયો હતો?

19મી સદીમાં કાર્બન ડિસલ્ફાઇડમાં સોલ્યુશન તરીકે સફેદ ફોસ્ફરસનો સૌપ્રથમ ઉપયોગ આઇરિશ રાષ્ટ્રવાદીઓ (ફેનિયન્સ) દ્વારા કરવામાં આવ્યો હતો. તેમાં કાર્બન ડિસલ્ફાઇડ બાષ્પીભવન થતું હતું. ત્યાર બાદ સફેદ ફોસ્ફરસને કારણે તે જગ્યાએ ભીષણ આગ લાગતી હતી. આ મિશ્રણ ફેનીયન ફાયર તરીકે ઓળખાતું હતું. 1916માં પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયાના સિડનીમાં કેટલાક લોકો સફેદ ફોસ્ફરસનો ઉપયોગ કરતા પણ પકડાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
Christmas: ક્રિસમસ પર ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં થયા સામેલ
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
Embed widget