શોધખોળ કરો
ઇટલીઃ કોરોનાના કહેરની વચ્ચે આઇસોલેશનમાં બારીમાંથી ટેનિસ રમતા બે યુવકોનો વીડિયો થયો વાયરલ
આઇસોલેશનની વચ્ચે ઈટલીમાં કેટલાક એવા વીડિયો સામે આવી રહ્યા છે જે કોરોનાની વિરૂદ્ધ તેમની લડવાની ઇચ્છા શક્તિ દર્શાવે છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈને દેશ અને દુનિયામાં હાહાકાર છે. ચીનથી શરૂ થયેલ કોરોના વાયરસ હવે દુનિયાના મોટાભાગના દેશમાં કહેર વર્તાવી રહ્યો છે. ચીન બાદ સૌથી વધારે પ્રભાવિત દેશ ઇટલી છે, જ્યાં અત્યાર સુધીમાં 2500થી વધારે લોકોના મોત થયા છે. સમગ્ર ઇટલીને આઈસોલેટ કરવામાં આવ્યા છે. લોકો ઘણાં દિવસોથી પોતાના ઘરમાં બંધ છે.
આઇસોલેશનની વચ્ચે ઈટલીમાં કેટલાક એવા વીડિયો સામે આવી રહ્યા છે જે કોરોનાની વિરૂદ્ધ તેમની લડવાની ઇચ્છા શક્તિ દર્શાવે છે. આવો જ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક બિલ્ડિંગમાં બે યુવક પોત પોતાની બારીમાંથી ટેનિસ રમતા જોવા મળી રહ્યા છે.
ઇટલીના આ બે યુવકોનો આ 24 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલ આ વીડિયોમાં મજેદાર રિએકશન પણ આવી રહ્યા છે. કોરોના વાયરસ વિશ્વભરમાં લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. આ જીવલેણ બીમારીથી બચવા માટે લોકો દરેક શક્ય પ્રયાસ કરી રહ્યા છે. જણાવીએ કે, ઇટીલમાં કોરોના વાયરસને કરાણે અત્યાર સુધીમાં 2500થી વધારે લોકોના મોત થયા છે. ઇટલીના સ્વાસ્થ્ય મંત્રાલયે 31506 સંક્રમિત કેસની પુષ્ટિ કરી છે.🎾 ❤ 🎾 🎥: @GsaLegrand pic.twitter.com/D36MsmPEc4
— ATP Tour (@atptour) March 16, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement