જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
સત્તાધારી લિબરલ પાર્ટીના નેતૃત્વમાંથી ખસી જવાની જાહેરાત.
Justin Trudeau Steps Down as Canadian PM: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના લિબરલ પાર્ટીના નેતા પદેથી રાજીનામાની ઘોષણા કરી છે. ૨૦૧૫થી સત્તાના સૂત્રો સંભાળનાર ટ્રુડો પોતાના પક્ષની અંદરથી વધી રહેલા દબાણ બાદ આ નિર્ણય લીધો છે. જોકે, નવા નેતાની પસંદગી સુધી તેઓ વડાપ્રધાન પદે ચાલુ રહેશે.
૫૩ વર્ષીય ટ્રુડો છેલ્લા કેટલાક સમયથી વધતી જતી અલોકપ્રિયતાનો સામનો કરી રહ્યા હતા. ખાદ્ય પદાર્થો અને આવાસના ભાવોમાં થયેલો વધારો તેમજ ઇમિગ્રેશનમાં નોંધાયેલો તીવ્ર વધારો તેમની સરકાર માટે મોટો પડકાર બન્યો હતો.
આગામી ચૂંટણી ઓક્ટોબર ૨૦૨૪માં યોજાવાની સંભાવના છે, જેમાં વિપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટી મજબૂત સ્થિતિમાં છે. ટ્રુડોના રાજીનામાથી લિબરલ પાર્ટી સમક્ષ નવા નેતાની પસંદગી અને આગામી ચૂંટણીની તૈયારીનો પડકાર ઊભો થયો છે.
Canadian Prime Minister Justin Trudeau says he intends to step down but will stay on in his post until the ruling Liberal Party has chosen a replacement for him. Follow the latest here ⬇️ https://t.co/8i7jOIqGoX
— Reuters (@Reuters) January 6, 2025
ટ્રુડોએ રાષ્ટ્રને પોતાના સંબોધનમાં રાજીનામાની જાહેરાત કરી હતી. ટ્રુડોએ કહ્યું કે તેમણે તેમની લિબરલ પાર્ટીના પ્રમુખને નવા નેતાની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવા કહ્યું છે. ટ્રુડોએ કહ્યું કે સંસદ 24 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવશે, અને જ્યાં સુધી નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ કાર્યકારી વડા પ્રધાન તરીકે રહેશે.
જસ્ટિન ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. 53 વર્ષીય ટ્રુડોએ સોમવારે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "પાર્ટી નવા નેતાની પસંદગી કરે પછી હું પાર્ટીના નેતા અને વડા પ્રધાન તરીકે રાજીનામું આપવા માંગુ છું." નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો કેરટેકર કેપેસિટીમાં વડા પ્રધાન રહેશે.
જસ્ટિન ટ્રુડો 11 વર્ષ સુધી લિબરલ પાર્ટીના નેતા અને નવ વર્ષ વડાપ્રધાન રહ્યા. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની ધમકીઓથી લઈને મુખ્ય સહાયકોના રાજીનામા અને ઓપિનિયન પોલ સુધી તે સંખ્યાબંધ કટોકટીનો સામનો કરી રહ્યા હતા. જસ્ટિન ટ્રુડોએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે, "આ દેશ આગામી ચૂંટણીમાં વાસ્તવિક પસંદગીને પાત્ર છે, અને મારા માટે તે સ્પષ્ટ થઈ ગયું છે કે જો મારે આંતરિક લડાઈ લડવી પડશે, તો હું તે ચૂંટણીમાં શ્રેષ્ઠ પસંદગી બની શકતો નથી."
ટ્રુડોએ ઉમેર્યું, "નવા વડા પ્રધાન અને લિબરલ પાર્ટીના નેતા તેમના મૂલ્યો અને આદર્શોને આગામી ચૂંટણીમાં લઈ જશે. હું આગામી મહિનાઓમાં આ પ્રક્રિયાને જોવા માટે ઉત્સુક છું." જસ્ટિન ટ્રુડોએ તેમના સંબોધનમાં કહ્યું, "સત્ય એ છે કે, તેને કામ કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં, સંસદ મહિનાઓથી લકવાગ્રસ્ત છે. તેથી આજે સવારે મેં ગવર્નર-જનરલને સલાહ આપી કે આપણે ત્યાં સંસદનું નવું સત્ર બોલાવવું જોઈએ." તેમણે આ વિનંતી સ્વીકારી લીધી છે અને હવે ગૃહ 24 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવશે.
આ પણ વાંચો...
ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે HMPV વાયરસ, કર્ણાટક-ગુજરાત બાદ હવે ચેન્નાઈમાં બે નવા કેસ