યુક્રેનમાં યુદ્ધ વચ્ચે લગ્નના બંધનમાં બંધાયા દુલ્હા-દુલ્હન, જુઓ સૈનિકો વચ્ચે થયેલા લગ્નનો વીડિયો
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી ઘણા પરીવારોની કહાનીઓ બદલાઈ છે. લોકો વચ્ચે ખૌફ અને દર્દ સાથે તકલીફોનો એવો માહોલ છે જે કોઈને પણ ડરાવી શકે છે.
Ukraine-Russia War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી ઘણા પરીવારોની કહાનીઓ બદલાઈ છે. લોકો વચ્ચે ખૌફ અને દર્દ સાથે તકલીફોનો એવો માહોલ છે જે કોઈને પણ ડરાવી શકે છે. આ સ્થિતિ વચ્ચે યુક્રેનમાં રહેતા એક કપલે કીવમાં બોર્ડર લાઈન પર જ લગ્ન કરી લીધા છે. આ કપલ છેલ્લા 22 વર્ષોથી સાથે રહે છે અને બંનેની એક 18 વર્ષની દિકરી પણ છે.
રશિયા સાથે યુદ્ધ શરુ થયા બાદ દુલ્હન લેસિયા ઈવાશેંકોએ પોતાની નોકરી છોડી દીધી હતી અનને કીવના બહારના વિસ્તારમાં રીજનલ ડિફેન્સ ફોર્સમાં જોડાઈ હતી અને પોતાના વિસ્તારની સુરક્ષા કરી રહી હતી. દુલ્હનનું કહેવું છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થયા બાદથી તે પોતાના સાથી વૈલેરી ફીલીમોનોવતીને નહોતી મળી. પણ જ્યારે આ બંને કપલ મળ્યા ત્યારે તેમણે સૈનિકોની વચ્ચે સત્તાવાર લગ્ન કરી લીધા હતા.
This couple, Lesya and Valeriy, just got married next to the frontline in Kyiv. They are with the territorial defense. pic.twitter.com/S6Z8mGpxx9
— Paul Ronzheimer (@ronzheimer) March 6, 2022
આ સિવાય દુલ્હને લેસિયાએ જણાવ્યું કે, આ ઘણું દુઃખદ છે કે લગ્ન સમયે અમારી સાથે અમારો પરીવાર નહોતો. મેં યુદ્ધ શરુ થયા બાદ પહેલી વખત મારા પતિને જોયો હતો. ઉલ્લેખનીય છે કે, લગ્ન માટે બંને દુલ્હા-દુલ્હને સેનાની વરદી પહેરી હતી અને હેલમેટ પણ પહેર્યું હતું. જે બાદ આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.9 મિલિયન વખત જોવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ