શોધખોળ કરો
Advertisement
બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનથી હાહાકાર, 17 જુલાઈ સુધી લંબાવાયું લૉકડાઉન
બ્રિટિશ સરકારે કોરોના વિરુદ્ધ જંગ માટે લોકડાઉન 17 જુલાઈ સુધી લંબાવી દીધું છે. આ દરમિયાન દેશમાં પબ, રેસ્તરા, દુકાનો અને જાહેર સ્થળો બંધ રહશે.
નવી દિલ્હી: બ્રિટનમાં કોરોના વાયરસના નવો સ્વરૂપ નિયંત્રણની બહાર છે. બ્રિટિશ સરકારના તમામ પ્રતિબંધો બાદ પણ સંક્રમણ કાબુમાં નથી. સતત વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં લેતા હવે બ્રિટિશ સરકારે દેશવ્યાપી લોકડાઉનને 17 જુલાઈ સુધી લંબાવી દીધું છે. અન્ય દેશમાંથી આવતા લોકોને ઓછામાં ઓછા 10 દિવસ સુધી ક્વોરન્ટાઈન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, બ્રિટિશ સરકારે કોરોના વિરુદ્ધ જંગ માટે લોકડાઉન 17 જુલાઈ સુધી લંબાવી દીધું છે. આ દરમિયાન દેશમાં પબ, રેસ્તરા, દુકાનો અને જાહેર સ્થળો બંધ રહશે. વિદેશી યાત્રીઓને 10 દિવસ સુધી હોટલમાં ક્વોરન્ટાઈન રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે, કોરોનાનો નવો સ્ટ્રેન ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવામાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તેના કારણે મૃત્યુદર વધી શકે છે.
પ્રધાનમંત્રી બોરિસ જૉનસે કહ્યું કે, સરકાર વધી રહેલા સંક્રમણના કારણે લોકડાઉન પ્રતિબંધોને હળવા કરવા પર વિચાર નહીં કરી શકે. જ્યારે સરકારને એ વિશ્વાસ થઈ જશે કે, રસીકરણ અભિયાનથી કેટલીક પોઝિટિવ અસર થઈ રહી છે. ત્યારે તે છૂટછૂાટ માટે વિચાર કરશે.
સંક્રમણથી બ્રિટનમાં 1 લાખ લોકોના મોત
બ્રિટનમાં કોરોનાથી મૃત્યુઆંક એક લાખની નજીક પહોંચી ગયો છે. અહીં અત્યાર સુધી 36 લાખથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. તેમાંથી 97,329 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લે 24 કલાકમાં 33,552 લોકો સંક્રમિત મળી આવ્યા છે અને 1300થી વધુ લોકોના મોત થયા છે. અત્યાર સુધી 5.38 લાખ લોકોને રસી આપવામાં આવી ચુકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
દેશ
Advertisement